
સુત્રોના જણાવ્યા મુજબ જય ભાનુશાળીથી અલગ થયા બાદ માહીએ એલિમની અને 3 બાળકો, તારા , ખુશી અને રાજવીર માટે કોઈ મેન્ટેનસ અમાઉટ લીધી નથી.

છુટાછેડાનો નિર્ણય બંન્નેની સમંતિથી લેવામાં આવ્યો છે, કોઈ પણ વિવાદ વગર સંબંધને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.

અલગ થયા બાદ માહી હવે પોતાના કામ પર ધ્યાન આપવા માંગે છે. તે પોતાના કરિયરમાં ફોક્સ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, માહી અને જય ભાનુશાળીએ લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ કપલે 2011માં લગ્ન કર્યા હતા. તેમજ બંન્ને ટીવી ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ હતુ. બંન્નેને 3 બાળકો છે.

કપલે 2 બાળકોને દત્તક લીધા છે. છુટાછેડા બાદ પોતાના બાળકોની સારસંભાળ સાથે રાખશે.