
રવિ તેજા એક વર્ષમાં લગભગ 12 થી 13 કરોડની કમાણી કરે છે. રવિ તેજા ઘણી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે.

રવિ તેજાને 2 ભાઈઓ ભરત રાજુ અને રઘુ રાજુ છે. જેમાંથી ભરત રાજુનું અવસાન થઈ ચૂકયું છે. કલ્યાણી રવિ તેજાના મામાના સંબંધી છે. રવિની માતાએ વિચાર્યું કે કલ્યાણી તેના પુત્ર માટે પરફેક્ટ છે. તેમના એરેન્જ્ડ મેરેજ થયા. તમને જણાવી દઈએ કે 26 મે, 2002ના રોજ બંનેએ આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીમાં લગ્ન કર્યા હતા અને બંને ખુશહાલ જીવન જીવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રવિ અને કલ્યાણીને બે બાળકો છે, એક પુત્રી મોક્ષંદા અને એક પુત્ર મહાધન છે.કલ્યાણીની વાત કરીએ તો તે આંધ્ર પ્રદેશના વિજયવાડાની છે અને હવે તેલંગાણામાં રહે છે. તમને જણાવી દઈએ કે રવિ તેજા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તે કલાકારોમાંથી એક છે, જેનું નામ ક્યારેય કોઈ અભિનેત્રી સાથે જોડાયું નથી. આ જ કારણ છે કે રવિ આજ સુધી કોઈપણ પ્રકારના વિવાદમાં ફસાયા નથી.
Published On - 12:18 pm, Wed, 30 August 23