Naga Chaitanya wedding : ના હોટલ, ના આલીશાન બંગલો, આ સ્થળ પર લગ્ન કરશે નાગા ચૈતન્ય અને શોભિતા
સુપરસ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્ન ખુબ જ ટ્રેન્ડમાં છે. લગ્નની કેટલીક વિધીઓ પણ શરુ થઈ ચૂકી છે. હવે ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે. કે આ બંન્ને સ્ટારનું લગ્નનું સ્થળ ક્યાં આવેલું છે. તો ચાલો જાણીએ.
1 / 5
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્નને લઈ ચાહકો પણ આતુર છે.તેમના લગ્નના વેન્યુથી લઈ તમામ વાતની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાઓ થઈ રહી છે. તો ચાલો જાણીએ કે, નાગા ચૈતન્ય અને શોભિતાના લગ્નનું વેન્યુ ક્યાં આવેલું છે.
2 / 5
શું તમે આ આઇકોનિક અન્નપૂર્ણા સ્ટુડિયો વિશે જાણો છો, જ્યાં નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલા લગ્ન કરી રહ્યા છે. 4 ડિસેમ્બરના રોજ બંન્ને લગ્નના બંધનમાં બંધાશે.બંન્ને સ્ટાર લગ્ન સાથે તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માટે તૈયાર છે.તેમના લગ્ન સ્થળ વિશે એક આકર્ષક અપડેટ સામે આવ્યું છે,
3 / 5
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા હૈદરાબાદમાં પરિવારની માલિકીની અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કરશે.આ લગ્ન સ્થળ ખુબ જ ખાસ છે. નાગા ચૈતન્યના દાદા, સુપ્રસિદ્ધ અભિનેતા-નિર્માતા અક્કીનેની નાગેશ્વર રાવ દ્વારા 1976માં સ્થપાયેલ, અન્નપૂર્ણા સ્ટુડિયો હૈદરાબાદના બંજારા હિલ્સમાં 22 એકરમાં ફેલાયેલો છે.
4 / 5
સ્ટુડિયોએ 60 થી વધુ ફીચર ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને તે ટોલીવુડ મૂવી નિર્માણનું મુખ્ય કેન્દ્ર છે. તે ભારતના સૌથી મોટા ફિલ્મ પ્રોડક્શન સ્ટુડિયોમાંનો એક પણ છે. અન્નપૂર્ણા સ્ટુડિયોમાં ફિલ્મોના લોકેશન માટે બેસ્ટ છે.
5 / 5
અન્નપૂર્ણા સ્ટુડિયો તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં અક્કીનેની પરિવારના વારસાનું પ્રતીક છે.અહીં એએનઆરની પ્રતિમા તેમના યોગદાનને સન્માનિત કરે છે. આ જ કારણ છે કે હવે નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ તેમની સૌથી ખાસ ક્ષણ માટે આ જગ્યા પસંદ કરી છે.તેઓ આ ઐતિહાસિક સ્થળે તેમના લગ્ન કરીને ANRના આશીર્વાદ લેવા માંગે છે.