Yash Family Tree : KGFના રોકી ભાઈનો આજે છે જન્મદિવસ, ફિલ્મ જોવા માટે થિયેટર થઈ જાય છે હાઉસફુલ
યશે (Yash) ફિલ્મ કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી. યશ આજે ખૂબ જ વૈભવી જીવન જીવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે હીરો બનેલા યશના પિતા પરિવહન નિગમમાં બસ ડ્રાઈવર હતા.
1 / 6
સુપરસ્ટાર યશનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ કર્ણાટકના બુવનહલ્લી ગામમાં થયો હતો. યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે. યશના પિતા અરુણ કુમાર કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઈવર હતા. કન્નડ ફિલ્મ KGF રિલીઝ થયા બાદ લોકોમાં સુપરસ્ટાર યશ (Yash)નો ક્રેઝ ઘણો વધી ગયો હતો. ચાહકો આતુરતાથી KGF ચેપ્ટર 3ની રાહ જોઈ રહ્યા છે.
2 / 6
યશે 2004માં કન્નડ ટીવી સિરિયલ 'નંદા ગોકુલ'માં અભિનય કરીને ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ ઘણી સિરિયલોમાં કામ કર્યું. બાદમાં વર્ષ 2007માં યશની પહેલી કન્નડ ફિલ્મ 'જંબાડા હુડગી' રીલિઝ થઈ હતી પરંતુ 2008માં યશે કન્નડ ફિલ્મ 'મોગીના મનાસુ'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો, જે સુપરહિટ સાબિત થઈ હતી.
3 / 6
અભિનેતા યશે વર્ષ 2016માં અભિનેત્રી રાધિકા પંડિત સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત કન્નડ ટીવી સિરિયલ 'નંદા ગોકુલ' દરમિયાન થઈ હતી. યશ અને રાધિકા પહેલા મિત્રો હતા સમય જતાં પ્રેમમાં પડ્યા હતા. બાદમાં બંનેએ સગાઈ કરી લીધી અને બેંગલુરુમાં લગ્ન કરી કર્યા હતા. યશ અને રાધિકાને બે બાળકો છે. પુત્રીનું નામ આયરા અને પુત્રનું નામ આયુષ છે.
4 / 6
સુપરસ્ટાર યશ મૂળ કન્નડ સિનેમાનો છે. KGFમાં આવ્યા બાદ તેને આખા ભારતમાં ઓળખ મળી. યશે KGF માટે 6 કરોડ રૂપિયાની ફી લીધી હતી. જ્યારે યશે KGF ચેપ્ટર 2 માટે 30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. KGF પછી યશની ફિલ્મની ફી વધી છે. હવે તે એક ફિલ્મ માટે 20 થી 25 કરોડ રૂપિયા લે છે.
5 / 6
યશ તેની બહેનની ખૂબ નજીક છે અને તેમની વચ્ચે અદ્ભુત બોન્ડ છે.યશે નંદની સાથે તેના ફોટો શેર કરતો રહે છે. દર વર્ષે અભિનેતા રક્ષાબંધન પર ફોટો શેર કરીને પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.
6 / 6
યશની એક નાની બહેન નંદિની છે, જેના લગ્ન કમ્પ્યુટર એન્જિનિયર સાથે થયા છે. 'KGF' સ્ટારના બાળકો પણ ખુબ ક્યુટ છે. યશના ચાહકો આ બંન્ને બાળકોને પણ ખુબ પ્રેમ કરે છે.
Published On - 8:30 am, Tue, 10 October 23