કૌન બનેગા કરોડપતિ શોથી BIG B કેટલા કરોડના માલિક બન્યા ? જાણો કેટલો લે છે ચાર્જ

|

Apr 25, 2024 | 12:50 PM

કૌન બનેગા કરોડપતિની 16મી સીઝન ટુંક સમયમાં શરુ થશે, આ સીઝનને પણ બિગ બી એટલે કે, અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, અમિતાભ બચ્ચન એક સીઝનમાં કેટલા રુપિયાનો ચાર્જ લે છે.

1 / 8
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો ઇન્ડસ્ટ્રી પર દબદબો યથાવત છે. અભિનેતા ફિલ્મોમાં સતત સક્રિય છે. આ સિવાય તે ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' દ્વારા ટીવી પર મોટું નામ કમાઇ ચુક્યા છે.

2 / 8
ટીવી પર આમ તો અનેક શો આવે છે પરંતુ છેલ્લા 15 વર્ષથી આ શો સારો ચાલે છે અને  આ વર્ષે 16મી સીઝન શરુ ટુંક સમયમાં થશે.  આ શોનું નામ છે કૌન બનેગા કરોડપતિ જેને રમી તમે તમારું જ્ઞાન વધારી શકો છો સાથે તમે કરોડપતિ બની શકો છો. આ શો હવે ભારતના દરેક ઘરમાં ફેમસ થઈ ચુક્યો છે.

3 / 8
આ શોને તમે તમારા પરિવાર સાથે બેસી જોઈ શકો છો. આ શોની ખાસ વાત એ છે કે, આ શોને અમિતાભ બચ્ચન છેલ્લા 15 વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. માત્ર એક જ સીઝનમાં જોવા મળ્યા ન હતા. તો ચાલો આજે આપણે જાણીએ કે, બિગ બી આ શોને હોસ્ટ કરવા માટે કેટલી ફી લે છે.

4 / 8
બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામા આવનાર આ શો કૌન બનેગા કરોડપતિ ભારતમાં સૌથી લાંબા સમયથી ચાલનારો શો બની ગયો છે. તમને જણાવી દઈએ કે, આ શોની પહેલી સીઝન 2000માં આવી હતી.

5 / 8
એક રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન પહેલી સિઝનથી  દરેક એપિસોડ માટે 25 લાખ રુપિયા લેતા હતા. ત્યારબાદ સીઝન 5 બાદ અંદાજે દરેક એપિસોડના 1 કરોડ અને છઠ્ઠી અને સાતમી સીઝનમાં અમિતાભ બચ્ચનને 1.5 કરોડ રુપિયાથી 2 કરોડ રુપિયાનો ચાર્જ આપવામાં આવ્યો હતો.

6 / 8
 8મી સીઝનની વાત કરીએ તો બિગ બીએ એક એપિસોડ માટે અંદાજે 2 કરોડ રુપિયા સુધીનો ચાર્જ લીધો હતો. ત્યારબાદ ચાર્જ વધતો ગયો અને 9મી સીઝનમાં 2.6 કરોડ, 10મી સીઝનમાં અંદાજે 3 કરોડ રુપિયાનો ચાર્જ લીધો હતો.

7 / 8
કૌન બનેગા કરોડપતિની સીઝન 11,12,13 સીઝન માટે ફીમાં વધારો કર્યો અને ફી 3.5 કરોડ રુપિયા સુધી વધારી હતી. 14મી સીઝનના દરેક એપિસોડ માટે 4 થી 5 કરોડ રુપિયાનો ચાર્જ લીધો હતો. 15મી સીઝનમાં પણ અંદાજે 4 થી 5 કરોડનો ચાર્જ લીધો હતો.

8 / 8
કૌન બનેગા કરોડપતિની 16મી સીઝન ટુંક સમયમાં શરુ થશે. તમને જણાવી દઈએ કે, આ સીઝનને પણ અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. જેમની ઉંમર 81 વર્ષની છે. શો 26 એપ્રિલથી શરુ થશે. જેનું શુટિંગ શરુ થઈ ચુક્યું છે.

Next Photo Gallery