
કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ થયો છે. તેના પિતા રણધીર કપૂર અને બબીતા કપૂરની નાની દીકરી છે. તેમજ બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરની નાની બહેન છે.

જ્યારે કરીના કપૂરનો જન્મ થયો તો તેના દાદા અને લિજેન્ડ અભિનેતા રાજ કપૂરે તેનું નામ સિદ્ધિમા રાખ્યું હતુ. પરંતુ ત્યારબાદ બેબોની માતાએ બીબીતા કપૂરે દીકરીનું નામ બદલ્યું હતું, તેમણે એક ફેમસ નવલકથા પરથી કરીના નામ રાખ્યું.

કરીના કપૂરનું નામ ફેમસ નવલકથાકાર લિયો ટોલ્સટોયની બુક અન્ના કૈરેનિના નામ પરથી રાખવામાં આવ્યું હતુ.

કરીનાએ પોતાના કરિયરમાં જબ વી મેટ, ચમેલી, કુર્બાન,કભી ખુશી કભી ગમ, હિરોઈન , 3 ઈડિયટ,તલાશ અને અશોક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.