‘કાલે લગન છે !?!’ ફિલ્મમાં પરીક્ષિત અને પૂજાની સાથે અનુરાગ પ્રપન્ન, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. ગાયક ઉમેશ બારોટ પણ આ ફિલ્મમાં એક ખાસ કિરદારમાં જોવા મળશે. અનુરાગ પ્રપન્ન વર્ષોથી નાટકોમાં અને ફિલ્મોમાં તેમના કોમેડી પાત્રો માટે દર્શકોનાં ખુબ માનીતા છે.