
અરજીમાં, સંસ્થાઓ સિવાય, જેકીએ સોશિયલ મીડિયા ચેનલો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપ્સ અને GIF બનાવવાના પ્લેટફોર્મ પર તેના નામ, ફોટો અને તેની ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જેકી શ્રોફ, જેકી જગ્ગુ દાદા અને ભિડ્ડુ શબ્દનો પરવાનગી વગર ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવા માંગે છે.ભિડ્ડુ મરાઠીનો શબ્દ છે અને તેનો અર્થ દોસ્ત કે પછી પાર્ટનર થાય છે.દાવો કરે છે કે તેની સાથે સંબંધિત દરેક વસ્તુનો ઉપયોગ તેની સંમતિ વિના કરવામાં આવી રહ્યો છે