
13 વર્ષની ઉંમર સુધી વિકાસ ખન્ના પોતાના પગ પર બરાબર ચાલી શકતા ન હતા. રમી શકતો ન હોવાથી, તેણે શાળા પછીનો સમય રસોડામાં તેની દાદીને રસોઇ બનાવતા જોઈને પસાર કર્યો. એક ઈન્ટરવ્યુમાં તે કહે છે કે તે ત્યાં ખૂબ જ હળવાશ અનુભવતો હતો,દાદીને રસોઈ બનાવતી જોઈને વિકાસને તેમાં રસ જાગ્યો.

દેશના સૌથી પ્રખ્યાત શેફ વિકાસ ખન્નાનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. તે પરાઠા પણ વેચતો હતો. આટલું જ નહીં, વિકાસ ખન્નાએ ઘણી રાતો રસ્તાઓ પર વિતાવી છે. વિકાસ ખન્નાના પર એક ડોક્યુમેન્ટરી પણ બની ચૂકી છે. જો તમે તેમની સ્ટોરી સાંભળવા માંગતા હો, તો તમે તેમની ડોક્યુમેન્ટરી જોઈ શકો છો, જેનું નામ બરીડ સીડ્સ છે.

વિકાસ ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે,અમૃતસરમાં મારા ઘરની નજીક હતુ. હું ત્યાં જઈને રોટલી વળતો હતો. હું એટલી ઝડપથી રોટલી વળતો હતો કે લોકો મારી રોટલીની ઝડપ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. જ્યારે હું લંગરમાં જતો અને દરેકને ભોજન પીરસતો ત્યારે હું ખૂબ જ હળવાશ અનુભવતો. મેં વિચાર્યું કે ભવિષ્યમાં હું રસોઇયા તરીકે કરિયર બનાવવા માંગીશ કારણ કે પ્રોફેશનની સાથે તેમાં પ્રેમની લાગણી પણ છુપાયેલી છે.
Published On - 10:16 am, Tue, 14 November 23