
ઉત્તરાખંડના ન્યૂ ટિહરીમાં એક લાઈવ કોન્સર્ટ દરમિયાન રાજ્યમંત્રી સુબોધ ઉનિયાલ સાથે થયેલા ઝઘડા બાદથી પીઢ પંજાબી સિંગર દલેર મહેંદી ચર્ચામાં છે.

જ્યારે સમગ્ર બોલિવૂડ અને સંગીત ઉદ્યોગ તેમના સમર્થનમાં બહાર આવ્યો છે, ત્યારે તેમનો વિશાળ ચાહક વર્ગ તેમની લાઈફસ્ટાઈલ, પરિવાર અને નેટવર્થ વિશે પણ ઉત્સુક છે.

દલેર મહેંદીનો પરિવાર જુઓ

દલેર સિંહનો જન્મ 18 ઓગસ્ટ 1967ના થયો છે, જેઓ 'દલેર મહેંદી' તરીકે વધુ જાણીતા છે, તે એક ભારતીય સિંગર, ગીતકાર, લેખક અને રેકોર્ડ નિર્માતા છે. દલેર મેહંદીએ 26 એપ્રિલ 2019ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

બોલો તા રારા, તુનક તુનક તુન અને હો જાયેગી બલ્લે બલ્લે જેવા ગીતોથી 90ના દશકથી લઈ આજ સુધી ભાંગડા કિંગ કેટલા કરોડનો માલિક છે. તેમજ તેના પરિવારમાં કોણ કોણ છે. ચાલો જોઈએ.

તેમણે ભાંગડાને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં તેમજ બોલિવૂડ સંગીતથી સ્વતંત્ર એવા ભારતીય પોપ સંગીતને વિકસાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ તેમના નૃત્ય ગીતો, પોશાક પાઘડી અને લાંબા ઝભ્ભા માટે જાણીતા છે.

દલેર મહેંદીનો જન્મ પટનામાં એક પંજાબી શીખ પરિવારમાં થયો હતો.વર્ષ 1991માં તેમણે પોતાનું એક ગ્રુપ બનાવ્યું, જેમાં તેમના ભાઈઓ, પિતરાઈ ભાઈઓ અને મિત્રો સામેલ હતા.

વર્ષ 1994માં, કઝાકિસ્તાનના અલ્માટી ખાતે યોજાયેલી 'વોઈસ ઓફ એશિયા' (Voice of Asia) આંતરરાષ્ટ્રીય વંશીય અને પોપ સંગીત સ્પર્ધામાં તેમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

દલેર મેહંદી સિંગર મીકા સિંહ અને શમશેર સિંહના ભાઈ છે. દલેર મેહંદીના લગ્ન તરણપ્રીત કૌર સાથે થયા છે.તેમને ચાર સંતાનો છે.ગુરદીપ મેહંદી, અજીત કૌર મેહંદી, પ્રભજોત કૌર મેહંદી અને રબાબ કૌર મેહંદી.

તેમની પુત્રી અજીત કૌર મેહંદીના લગ્ન પંજાબી ગાયક હંસ રાજ હંસના પુત્ર નવરાજ હંસ સાથે થયા છે.ગુરદીપ મેહંદીએ 2016માં એનઆરઆઈ (NRI) મોડેલ જેસિકા સિંહ સાથે લગ્ન કર્યા હતા.

2018માં દલેર મેહંદીને માનવ તસ્કરીના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. લગભગ બે મહિના જેલમાં વિતાવ્યા બાદ, તેમની સજા સ્થગિત કરવામાં આવી હતી અને તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, દલેર મહેંદીની કુલ સંપત્તિ આશરે124 કરોડ થી 165 કરોડ હોવાનો અંદાજ છે. ત્રણ દાયકાથી સંગીત ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ, દલેર પાજીને ભારતના સૌથી મોંઘા સ્ટેજ કલાકારોમાંના એક માનવામાં આવે છે.

ઉત્તરાખંડના એક મંત્રીના તાજેતરના નિવેદન અનુસાર, દલેર મહેંદીને એક ઇવેન્ટ અથવા લાઇવ શો માટે 3.5 મિલિયન સુધી ચૂકવવામાં આવે છે.

દલેર મહેંદીના છ ભાઈઓ છે, જેમાંથી પ્રખ્યાત બોલિવૂડ ગાયક મીકા સિંહ સૌથી નાના છે.

તાજેતરમાં, જ્યારે ઉત્તરાખંડના એક મંત્રીએ દલેર પાજી પર સવાલ ઉઠાવ્યા, ત્યારે મીકા સિંહ તેમના સમર્થનમાં સૌથી પહેલા ઉભા રહ્યા. તેમના મોટા ભાઈ, શમશેર મહેંદી (સંગીત નિર્દેશક)નું 2017 માં અવસાન થયું હતુ.
Published On - 7:07 am, Mon, 26 October 26