
બી પ્રાકનું સાચું નામ પ્રતિક બચ્ચન છે. કેસરી ફિલ્મના ગીત 'તેરી મિટ્ટી' માટે તેમને શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. સિંગર બી પ્રાક અને તેની પત્ની પર એક સમયે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો કારણ કે બી-પ્રાકના નવજાત બાળક જન્મ દરમિયાન મૃત્યુ થયું હતું.

આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે ટુંકા સમયમાં મોટું નામ મેળવી લીધું છે. આજે તેને ચાહકો બી પ્રાકના નામથી ઓળખે છે પરંતુ તેનું સાચું નામ પ્રતિક બચ્ચન છે.

પ્રતિક બચ્ચનનો જન્મ 7 ફેબ્રુઆરી 1986 રોજ થયો છે, જે સ્ટેજ પર બી પ્રાકના નામથી જાણીતો છે, તે પંજાબી અને હિન્દી તેમજ હાલમાં સમંદર ફિલ્મમાં એક ગુજરાતી ગીત પણ ગાયું છે. તેણે સંગીત નિર્માતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં "મન ભર્યા" ગીતથી ગાયક તરીકે ડેબ્યૂ કર્યું. તેમણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બે ફિલ્મફેર પુરસ્કારો સહિત ઘણા પુરસ્કારો જીત્યા છે.

સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર બી પ્રાક તેના ઈમોશનલ ગીતો માટે જાણીતા છે. તાજેતરમાં ગાયકે ફિલ્મ એનિમલનું ગીત 'અગર તુમ્હે હો ગયા કુછ, સારી દુનિયા જલા દેંગે' હિટ ગયું હતું. આ ગીતને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો છે. આ પહેલા પણ બોલિવૂડ સિવાય આ સિંગરે ઘણા હિટ આલ્બમ સોંગ્સ આપ્યા છે.

તેરી મિટ્ટી, મન ભરયા, હાથ ચુમ્મે, જેવા અનેક ઈમોશનલ ગીતનો બાદશાહ બી પ્રાક બોલિવુડમાં ખુબ હિટ છે. સિંગરે અક્ષય કુમારની ફિલ્મ કેસરીથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો અને આ ગીતને ચાહકોનો એટલો પ્રેમ મળ્યો કે, આજે તેના લાખો ચાહકો છે.

બી પ્રાકની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ કે પછી પર્સનલ લાઈફની એકદમ પરફેક્ટ છે. સિંગર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે- સાથે પરિવારને પણ ખુબ પ્રેમ કરે છે. સિંગર ખુબ કહે છે કે, ઘરમાં સમય પસાર કરવો ખુબ ગમે છે.

તમને જણાવી દઈએ કે, આ સિંગર પરિવારને એટલો પ્રેમ કરે છે કે, તેમણે પોતાનો સ્ટુડિયો પોતાના ઘરે જ બનાવી નાંખ્યો છે. જેનાથી તે પરિવાર અને કામ બંન્ને પર ધ્યાન આપી શકે.

4 એપ્રિલ 2019ના રોજ મીરા અને પ્રતિકે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પંજાબ ઈન્ડસ્ટ્રીની તમામ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. બંન્ને પોતાની પર્સનલ લાઈફ વિશેની માહિતી ચાહકોની સાથે સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.

બી પ્રાક અને મીરા બચ્ચન પહેલી વખત 14 ફેબ્રુઆરી 2022ના રોજ દિલ દિયા ગલ્લા વિથ સોનમ બાજવાના સેટ પર મળ્યા હતા. આ દરમિયાન તેમણે મીરાને પ્રપોઝ કર્યું હતુ અને પત્નીને તે પ્રેમથી રાની કહે છે.

બી પ્રાકના દિકરાનું નામ અદબ છે. બંન્ને આ પુત્રનું સ્વાગત 16 જુલાઈ 2022ના રોજ કર્યું હતુ. એક બાળકનું જન્મતાની સાથે જ મૃત્યું થયુ હતુ. આ દુખદ સમાચાર સિંગર સોશિયલ મીડિયા પર ચાહકોને આપ્યા હતા.

બી પ્રાકની પત્ની મીરા બચ્ચન ફિટનેસ ફ્રિક છે. તે પોતાના પર્સનલ બ્લોગ ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે જેના લાખો ચાહકો છે.