ધમાકેદાર એક્ટિંગ અને અવાજનો બાદશાહ દિલજીત દોસાંઝના પરિવારમાં કોણ કોણ છે જાણો
દિલજીત દોસાંઝના પિતા બલબીર સિંહ દોસાંઝ પંજાબ રોડવેઝ માટે બસ ડ્રાઈવર તરીકે કામ કરી ચૂક્યા છે. તેની માતા સુખવિંદર કૌર ગૃહિણી છે. દિલજીત દોસાંઝના બે ભાઈ-બહેન છે, મનજીત સિંહ અને એક બહેન પણ છે. તો આજે આપણે સિંગર દિલજીત દોસાંઝના પરિવાર વિશે જાણીશું
1 / 13
દિલજીત દોસાંઝ તેની સ્ટાઇલ માટે જાણીતો છે. બોલિવુડમાં તેની એક્ટિંગ અને સ્ટેજ પર તેના શાનદાર અભિનય ઉપરાંત, દિલજીત ઘણીવાર તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.
2 / 13
દિલજીત દોસાંઝે પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતા રહે છે. તો આજે તેના પરિવાર વિશે જાણો.
3 / 13
દિલજીત દોસાંઝે પોતાની પર્સનલ લાઈફ અને પરિવાર વિશે એક વાત કહી છે જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. તેણે તેના માતા-પિતા સાથેના સંબંધો વિશે વાત કરી ચૂક્યો છે.પોતાના બાળપણ વિશે વાત કરતા દિલજીતે જણાવ્યું કે તે લુધિયાણામાં તેના મામા પાસે એક નાનકડા રૂમમાં રહેતો હતો.
4 / 13
દિલજીત દોસાંઝનો જન્મ 6 જાન્યુઆરી 1984ના રોજ પંજાબ, ભારતના જલંધર જિલ્લાના એક નાનકડા ગામમાં જાટ શીખ પરિવારમાં થયો હતો. તેમના પિતા, બલબીર સિંહ, પંજાબ રોડવેઝના ભૂતપૂર્વ કર્મચારી છે અને તેમની માતા, સુખવિંદર કૌર, ગૃહિણી છે. તેને બે ભાઈ-બહેન છે, એક મોટી બહેન અને એક નાનો ભાઈ પણ છે. દિલજીત દોસાંઝના સંધર્ષની સ્ટોરી વિશે જાણીએ.
5 / 13
દિલજીત દોસાંઝનો જન્મ 6 જાન્યુઆરી 1984 રોજ થયો છે. તે એક ભારતીય સિંગર, અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે જે પંજાબી અને બોલિવુડમાં કામ કરે છે.
6 / 13
જટ્ટ એન્ડ જુલિયટ 2, સજ્જન સિંઘ રંગરુટ અને હોંસલા રાખ સહિતની તેમની ફિલ્મો સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મોમાં સામેલ છે.
7 / 13
દિલજીત દોસાંઝે 2002માં તેની કારકિર્દીની શરૂઆત કરી અને પંજાબી સંગીતમાં તેના આલ્બમ્સ સ્માઈલ (2005) અને ચોકલેટ (2008), ત્યારબાદ યો યો હની સિંહ સાથે ધ નેક્સ્ટ લેવલ (2009) દ્વારા ઓળખ મેળવી હતી.
8 / 13
તેમણે 2010માં પંજાબી ફિલ્મમાં કેમિયો કર્યો હતો અને તેણે 2011માં પંજાબી ફિલ્મ ધ લાયન ઑફ પંજાબમાં અભિનેતા તરીકે ડેબ્યૂ કરીને અભિનય કરવાનું શરૂ કર્યું હતું.
9 / 13
અભિનેતાએ 2016 માં ક્રાઈમ થ્રિલર ઉડતા પંજાબ સાથે તેની બોલિવૂડની શરૂઆત કરી, જેના માટે તેણે શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન ઉપરાંત શ્રેષ્ઠ પુરૂષ ડેબ્યૂ માટેનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો
10 / 13
ત્યારબાદ ગુડ ન્યૂઝ (2019), જેના માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર પુરસ્કાર માટેનું નોમિનેશન મળ્યું.તે રિયાલિટી શો રાઇઝિંગ સ્ટારની ત્રણ સિઝનમાં જજ તરીકે પણ જોવા મળ્યો હતો.
11 / 13
2024માં દિલજીતે ગ્લોબલ કોન્સર્ટ ટૂર શરૂ કરી જેનું નામ દિલ લ્યુમિનાટી રાખવામાં આવ્યું હતુ. દિલજીતના કોન્સર્ટ પાછળ ચાહકો પાગલ હોય છે. હાલમાં તેના એક કોન્સર્ટમાં તેની માતા અને બહેન પણ જોવા મળ્યા હતા.
12 / 13
તમને જણાવી દઈએ કે, દિલજીત દોસાંઝ પોતાની પર્સનલ લાઈફને ખાનગી રાખવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, તેણે આજ સુધી ન તો તેની લવ લાઇફ વિશે કોઈ ખુલાસો કર્યો છે અને ન તો તેના પરિવારનો પરિચય દુનિયાને આપ્યો છે.
13 / 13
ગીત અને એક્ટિંગ ઉપરાંત, તે દાયાળુ પણ છે,તેમણે 2013માં તેમના 30મા જન્મદિવસે એક ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે બાળકો અને વરિષ્ઠ નાગરિકોને મદદ કરે છે.
Published On - 7:50 am, Wed, 30 October 24