
સાજિદ નડિયાદવાલાના દાદા અબ્દુલ કરીમ નડિયાદવાલાએ 1955માં ગુજરાતના નડિયાદ શહેરથી મુંબઈ આવ્યા હતા. તેમના દાદાએ મુંબઈમાં સેંકડો ફિલ્મોનું નિર્માણ કર્યું, જેમાં તાજમહેલનો પણ સમાવેશ થાય છે. પરિવાર મલાડમાં રહેતો હતો, જ્યાં તેમના દાદા થિયેટરોના માલિક હતા, અને જ્યાં તેમની પાસે 5,000 એકરથી વધુ જમીન હતી.

સાજિદ બાળપણથી જ ફિલ્મો જોવાના શોખીન હતા. સાજિદના પિતાએ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. સાજિદે સીએ અને કાયદાનો અભ્યાસ કર્યો છે બાદમાં 21 વર્ષની ઉંમરે સહાયક દિગ્દર્શક તરીકે કામ કરવાનું શરુ કર્યું હતુ.

સાજિદે પોતાના કાકાના પ્રોડક્શન હાઉસમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને 25 વર્ષની ઉંમરે "નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ" નામની પોતાની પ્રોડક્શન કંપની સ્થાપી હતી.

1992માં, તેમણે ધર્મેન્દ્ર અને ગોવિંદા અભિનીત તેમની પ્રથમ ફિલ્મ "ઝુલ્મ કી હુકુમત" નું નિર્માણ કર્યું.તેમણે તેમની આગામી ફિલ્મ "વક્ત હમારા હૈ" (1993) સાથે અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીને મોટા પડદા પર પહેલી વાર સાથે લાવ્યા હતા.

સાજિદ નડિયાદવાલાએ 10 મે 1992ના રોજ અભિનેત્રી દિવ્યા ભારતી સાથે લગ્ન કર્યા. દસ મહિના પછી, દિવ્યા તેમના તુલસી રેસિડેન્સીમાં પાંચમા માળની બારી પરથી પડી ગઈ અને મૃત્યુ પામી. તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી.

દિવ્યા ભારતીના મૃત્યુ પછી, તે પત્રકાર વર્દા ખાનને મળ્યો. વર્દા ખાને સાજિદ નડિયાદવાલાને પ્રપોઝ કર્યું અને 18 નવેમ્બર 2000ના રોજ બંનેના લગ્ન થયા.સાજિદ અને વર્દા 2 બાળકોના માતા પિતા છે.

દિવ્યા હજુ પણ સાજિદના દિલમાં છે. સાજિદ દિવ્યાનો ફોટો આજે પણ પોતાના પર્સમાં રાખે છે. દિવ્યાનો ફોટો તેના ઘરમાં પણ છે. તેમણે દિવ્યાના માતા-પિતાની સંભાળ જમાઈ તરીકે નહીં પણ દીકરાની જેમ કરી છે. જ્યારે દિવ્યાના પિતાનું અવસાન થયું, ત્યારે તેમણે પુત્રની જેમ બધી જવાબદારીઓ ઉપાડી અને અંતિમ સંસ્કાર પણ કર્યા હતા.

સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિકંદરનું ધમાકેદાર ટીઝર તાજેતરમાં રિલીઝ થયું છે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મના નિર્માતા છે.