બિગ બોસમાં શાંત જોવા મળતી જીગ્નાનું જીવન વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે, 9 મહિના તો જેલમાં રહી
તમને જણાવી દઈએ કે તે ક્રાઈમ રિપોર્ટર રહી ચૂકી છે. જીજ્ઞા વોરાનું જીવન વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. તે તેના સમયની સૌથી શાર્પ રિપોર્ટર હતી. પરંતુ વર્ષ 2011માં તેમના પર લાગેલા આરોપે તેમનું આખું જીવન બદલી નાખ્યું. પત્રકાર જ્યોતિર્મયની હત્યામાં તેનું નામ સામે આવ્યું હતું, જે બાદ તેને 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જીગ્ના વોરાના અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે કનેક્શન હોવાનો આરોપ હતો.
1 / 6
હાલમાં જીગ્ના વોરા બિગ બોસનાસ ઘરમાં છે, તે અનેક વખતે તેની સાથે થયેલા વિવાદોની પણ વાત કરતી જોવા મળી છે. અનેક એપિસોડમાં તે ખુબ જ ઈમોશનલ પણ જોવા મળી હતી. જીગ્નાએ તેની પર્સનલ લાઈફને લઈને પણ બિગ બોસમાં ખુલાસા કર્યા છે.
2 / 6
તમને જણાવી દઈએ કે તે ક્રાઈમ રિપોર્ટર રહી ચૂકી છે. જીગ્ના વોરાનું જીવન વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. તે તેના સમયની સૌથી શાર્પ રિપોર્ટર હતી. પરંતુ વર્ષ 2011માં તેમના પર લાગેલા આરોપે તેમનું આખું જીવન બદલી નાખ્યું. પત્રકાર જ્યોતિર્મયની હત્યામાં તેનું નામ સામે આવ્યું હતું, જે બાદ તેને 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જીગ્ના વોરાના અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે કનેક્શન હોવાનો આરોપ હતો.
3 / 6
જીગ્ના વોરાએ એક ક્રાઈમ રિપોર્ટર તરીકે કામ કરી ચૂકી છે જે 2011માં ચર્ચામાં આવી હતી જ્યારે તેણીની પ્રખ્યાત પત્રકાર જ્યોતિર્મય ડે (જે ડે તરીકે થી ઓળખાય છે) ની હત્યામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેણીને 2018માં તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવી હતી.તે પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર પણ છે.
4 / 6
જીગ્ના જીતેન્દ્ર વોરાનો જન્મ 1974માં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડીજી રૂપારેલ કોલેજમાં કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી. કે.જે. સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, મુંબઈમાંથી માસ કમ્યુનિકેશનમાં ડિપ્લોમા પણ મેળવ્યો હતો.1998માં જીગ્નાએ લગ્ન કર્યા હતા. 2004માં છુટાછેડા લીધા જેનાથી તેને એક પુત્ર પણ છે.
5 / 6
વોરાના માતા હર્ષાબેનનું 9 જૂન 2015ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેના પિતા દુબઈમાં નોકરી કરતા હતા. તેમના દાદાનું નામ તુલસીદાસ હરગોવિંદદાસ છે. તેનું પણ મૃત્યું થઈ ચૂક્યું છે. જીગ્નાને એક બહેન પણ છે.
6 / 6
Behind Bars in Byculla: My Days in Prison જીજ્ઞાની બાયોગ્રાફી છે, જેના પર વેબ સિરીઝ 'સ્કૂપ' બનાવવામાં આવી છે. જેમાં કરિશ્મા તન્નાએ જિજ્ઞાની ભૂમિકા ભજવી હતી. લોકોને આ સિરીઝ ખુબ પસંદ પણ આવી છે.
Published On - 4:25 pm, Thu, 9 November 23