
જૂનિયર એનટીઆરના સ્ટાર દાદા નંદમુરી તારક રામારાવે 60-70ના સમયમાં સાઉથ સિનેમામાં રાજ કર્યું હતુ. 1982માં તેલુગૂ દેશમ પાર્ટી બનાવી હતી. ત્યારબાદ તેઓ ચૂંટણી જીતી આંધ્ર પ્રદેશના સીએમ બન્યા હતા.

સાઉથ સિનેમાનો સ્ટાર ચિંરજીવીએ વર્ષ 2008માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી. પ્રજા રાજ્યમ પાર્ટી બનાવી હતી. વર્ષ 2011માં કોંગ્રેસમાં જોડાયા હતા 2012માં રાજ્યસભા સાંસદ બન્યો અને હવે તેનો ભાઈ પવન કલ્યાણ આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ બન્યા છે.