Urmila Matondkar Net Worth : 1 કરોડ 27 લાખની કિંમતના ડાયમંડ જ્વેલરી, 66 લાખની કાર, કરોડોના ઘરમાં રહે છે અભિનેત્રી
બોલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે ફિલ્મી દુનિયામાંથી રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. તો ચાલો આજે આપણે જાણીએ કે, બોલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરની નેટવર્થ કેટલી છે.
1 / 5
બોલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ફરી એક વખત ચર્ચામાં આવી છે. હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ઉર્મિલા પતિ મોહસિન અખ્તર મીર સાથે છુટાછેડા લઈ રહી છે. બોલિવુડમાં વર્ષ 1983ના રોજ આવેલી ફિલ્મ માસુમમાં જોવા મળી હતી.
2 / 5
ઉર્મિલા માતોંડકરે અનેક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ ઉર્મિલાએ રાજનીતિમાં કિસ્મત અજમાવ્યું હતુ પરંતુ ત્યાં તેને સફળતા મળી નહિ. વર્ષ 2019માં ઉર્મિલાએ કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ નોર્થમાંથી ચૂંટણી લડી હારી ગઈ હતી. હાર બાદ ઉર્મિલા શિવસેનામાં સામેલ થઈ હતી.
3 / 5
તો ચાલો આજે આપણે બોલિવુડ સ્ટાર ઉર્મિલા માતોંડકરની નેટવર્થ અને સંપત્તિ વિશે જાણીએ. 2019માં ઉર્મિલા માતોંડકરે ચૂંટણી પંચમાં આપેલી એફિડેવિટ પ્રમાણે તેની કુલ સંપત્તિ 68.28 કરોડ રુપિયા હતા. તેમજ 40.93 કરોડ રુપિયાની ચલ અને 27.34 કરોડ રુપિયાની અચલ સંપત્તિ હતી.
4 / 5
અભિનેત્રી પાસે લાખોની કાર છે. તેમજ મુંબઈમાં ઉર્મિલા માતોંડકરના આલિશાન બંગલા પણ છે. ઉર્મિલા માતોંડકરનો પતિ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેમજ તેનું મોડલિંગ ક્ષેત્ર પણ બહુ મોટું નામ છે.
5 / 5
તમને જણાવી દઈએ કે,અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના છુટાછેડાના સમાચારે ચાહકોને ચોંકવી દીધા હતા. અભિનેત્રીએ કોર્ટમાં છુટ્છેડાની અરજી દાખલ કરી છે પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે, ઉર્મિલાએ 10 વર્ષ નાના મોહસિન સાથે લગ્ન કર્યા હતા.