જન્મના 15 દિવસ બાદ માતાનું નિધન થયુ, પિતાનું બોલિવુડ અને રાજકારણમાં મોટું નામ

અભિનેતા અને રાજકારણી રાજ બબ્બરના પુત્ર અભિનેતા પ્રતિક બબ્બરે બીજી વખત લગ્ન કર્યા છે. અભિનેતાએ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના રોજ તેની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યા છે. તો આજે આપણે પ્રતિક બબ્બરના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી જાણીએ.

| Updated on: Mar 02, 2025 | 7:06 AM
4 / 11
 પ્રતિક પાટિલ બબ્બરે અભિનય કારકિર્દી બનાવતા પહેલા પ્રોડક્શન સહાયક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સ્ક્રીન પર ડેબ્યૂ કરતા પહેલા, બબ્બર ફિલ્મ નિર્માતા પ્રહલાદ કક્કરની સલાહ પ્રમાણે જાહેરાતોમાં દેખાયો હતો. બોલિવૂડમાં પ્રતિક બબ્બરને ફિલ્મફેર એવોર્ડ અને સ્ટારડસ્ટ એવોર્ડ જેવા સન્માન મળ્યા છે.

5 / 11
પ્રતિક બબ્બરનો જન્મ 28 નવેમ્બર 1986ના રોજ થયો હતો અને તે અભિનેતા-રાજકારણી રાજ બબ્બર અને અભિનેત્રી સ્મિતા પાટિલનો પુત્ર છે. પ્રતિકના જન્મ પછી તેમની માતાનું અવસાન થયું.

6 / 11
પ્રતિકનો ઉછેર મુંબઈમાં તેના નાના-નાની દ્વારા થયો હતો. તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે મોટા થતાં તેના પિતા સાથે તેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા, કારણ કે તેના પિતા હંમેશા તેના બીજા પરિવારમાં વ્યસ્ત રહેતા હતા

7 / 11
 પ્રતિકની સાવકી માતા અભિનેત્રી નાદિરા બબ્બર છે અને તેના સાવકા ભાઈ-બહેન આર્ય બબ્બર અને જુહી બબ્બર છે, જે પણ અભિનેતા છે.બબ્બર પરિવાર હાલ તમામ પ્રસંગોમાં સાથે જોવા મળે છે.

8 / 11
બબ્બરે ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી 23 જાન્યુઆરી 2019ના રોજ ફિલ્મ નિર્માતા, સાન્યા સાગર સાથે લગ્ન કર્યા. આ દંપતી 2020માં અલગ થયા અને જાન્યુઆરી 2023માં છૂટાછેડા લીધા હતા.જાન્યુઆરી 2024માં તેમણે તેમની ગર્લફ્રેન્ડ અભિનેત્રી પ્રિયા બેનર્જી સાથે સગાઈ કરી હતી.14 ફેબ્રુઆરી 2025ના રોજ તેમના લગ્ન થયા છે.

9 / 11
 બબ્બરે 2008માં ફિલ્મ 'જાને તુ... યા જાને ના' થી સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું.તેમણે ફિલ્મફેર, સ્ક્રીન એવોર્ડ્સ અને શ્રેષ્ઠ ડેબ્યૂ માટે સ્ટારડસ્ટ એવોર્ડ્સ સહિત વિવિધ એવોર્ડ સમારોહમાં નામાંકન મેળવ્યું હતુ,

10 / 11
તમને જણાવી દઈએ કે,રાજ બબ્બરે બે વાર લગ્ન કર્યા અને તેમની બહેન જુહી બબ્બરે પણ બે વાર લગ્ન કર્યા છે.આજે પણ પ્રતિક તેની માતાને ખુબ યાદ કરે છે પ્રતિકે તેની માતા સ્મિતા પાટિલની યાદમાં તેમના નામનું ટેટૂ કરાવ્યું છે.

11 / 11
સ્મિતા પાટિલ અને રાજ બબ્બર જેટલી સફળતા તેમના પુત્ર પ્રતિક બબ્બરને ઇન્ડસ્ટ્રીમાં મળી નથી.પ્રતિક બબ્બરના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે.