
નીલે શ્રીરામ રાઘવનની 2007માં આવેલી ફિલ્મ "જોની ગદ્દાર" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મ સારી ચાલી ન હતી, પરંતુ નીલ નીતિન મુકેશના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આજે, નીલ નીતિન મુકેશના કરિયર વિશે કેટલીક રસપ્રદ વાતો શેર કરીશું.

નીલ નીતિન મુકેશના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

નીલ નીતિન મુકેશ ચંદ માથુરનો જન્મ 15 જાન્યુઆરી 1982ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા અને નિર્માતા છે જે હિન્દી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે.

તેઓ પ્લેબેક સિંગર નીતિન મુકેશના પુત્ર અને સિંગર મુકેશના પૌત્ર છે. તેમણે વિજય (1988) અને જૈસી કરણી વૈસી ભરણી (1989) માં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી, અને પછી જોની ગદ્દાર (2007) માં મુખ્ય ભૂમિકા ભજવીને ડેબ્યૂ કર્યું હતું.

ત્યારથી, તેમણે ન્યૂ યોર્ક (2009), પ્રેમ રતન ધન પાયો (2015), ગોલમાલ અગેન (2017) અને સાહો (2019)માં અભિનય કર્યો છે. તેમણે કથ્થી (2014) સાથે તમિલ ફિલ્મ અને કવચમ (2018) સાથે તેલુગુ ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો.

નીલના દાદી ગુજરાતી શ્રીમાળી બ્રાહ્મણ હતા જ્યારે તેમના દાદા દિલ્હીના રહેવાસી હતા. તેમનું નામ લતા મંગેશકરે અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગના નામ પરથી રાખ્યું હતું.

નીલનું શિક્ષણ મુંબઈની એચઆર કોલેજમાં થયું હતું, જ્યાં તેમણે તેમના પિતાના આગ્રહથી વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે સિંગરના પરિવારમાં જન્મેલા હોવા છતાં, અભિનયમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

મીડિયા સાથેની એક મુલાકાતમાં, અભિનેતાએ કહ્યું, "ગાવું મારો શોખ છે, પરંતુ અભિનય મારો જુસ્સો છે. એક એવો જુસ્સો જે મારા દાદાએ પણ રાખ્યો હતો. તેથી, જ્યારે મારા પિતાએ તેમનો વારસો ચાલુ રાખ્યો અને સિંગર બન્યા, ત્યારે મેં તેમના બીજા જુસ્સાને અનુસર્યો. હું તેમનું સ્વપ્ન જીવી રહ્યો છું".

નીલે કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ચાર મહિનાની વર્કશોપમાં તાલીમ લીધી, અને અભિનેતા અનુપમ ખેર પાસેથી તાલીમ મેળવી હતી.

2017માં મુકેશે રૂક્મિણી સહાય સાથે લગ્ન કર્યા હતા.એપ્રિલ 2018માં, નીલ નીતિન મુકેશે ઇન્સ્ટાગ્રામ દ્વારા જાહેરાત કરી કે તેઓ તેમના પહેલા બાળકના વેલકમની પોસ્ટ કરી હતી. 20 સપ્ટેમ્બર 2018ના રોજ એક પુત્રી, નુરવી નીલ મુકેશનો જન્મ થયો હતો.

નીલ નીતિન મુકેશ માત્ર બાળ કલાકાર જ તરીકે નહી, પરંતુ સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરમાં 11 ફ્લોપ અને 3 સફળ ફિલ્મો આપી છે.

નીલ પ્રભાસ અભિનીત ફિલ્મ 'સાહો'માં જોવા મળ્યો અને ફરી એકવાર વિલનની ભૂમિકાથી દર્શકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

નીલ નીતિન મુકેશ છેલ્લે ગત્ત વર્ષે આવેલી ફિલ્મ "એક ચતુર નાર" માં જોવા મળ્યો હતો, જેમાં તેમની સાથે દિવ્યા ખોસલા કુમાર હતા.

નીલ નીતિન મુકેશનો આગામી પ્રોજેક્ટ મલયાલમ ફિલ્મ "ખલીફા" છે, જેનું હાલમાં શૂટિંગ ચાલું છે.