ઈન્ડસ્ટ્રીમાંથી 14 વર્ષ બ્રેક લીધો, હિટ કરતા ફ્લોપ ફિલ્મો વધુ આપનાર અભિનેતાનો આવો છે પરિવાર

ફરદીન ખાન 51 વર્ષનો છે આજે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તેનો જન્મ એક ફિલ્મી પરિવારમાં થયો હતો. અભિનેતાની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ પરંતુ ફરદીન તેના સુંદર દેખાવને કારણે ચાહકોનો પ્રિય બન્યો હતો.

| Updated on: May 02, 2025 | 7:07 AM
4 / 14
ફરદીને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેના પિતાના મૃત્યુ પછી તેણે બ્રેક લીધો હતો. તે સમયે તે આઘાતમાં હતો. ફરદીન ખાન સંજય લીલા ભણસાલીની હીરામંડી સીરિઝ સાથે અભિનયમાં પાછો ફર્યો હતો. હવે તે બોલિવુડ ફિલ્મ હાઉસફુલ 5માં જોવા મળશે.

5 / 14
ફરદીન ખાને અભિનેત્રી મુમતાઝની પુત્રી નતાશા માધવાની સાથે લગ્ન કર્યા હતા. તેઓ બે પુત્રીઓ, ડેની અને અઝાર્યુના માતાપિતા છે.

6 / 14
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે અક્ષય કુમાર, તાપસી પન્નુ અને વાણી કપૂર સાથે ફિલ્મ ખેલ ખેલમાં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી.

7 / 14
ફરદીન ખાનનો જન્મ 8 માર્ચ 1974ના રોજ મુંબઈમાં થયો હતો. તે બોલીવુડ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા ફિરોઝ ખાનનો પુત્ર છે.

8 / 14
.ફરદીન ખાન અભિનેતા સંજય ખાન અને અકબર ખાનના ભત્રીજા અને ફેશન ડિઝાઇનર સુઝાન ખાન અને અભિનેતા ઝાયેદ ખાનના પિતરાઈ ભાઈ છે,

9 / 14
મેસેચ્યુસેટ્સ એમ્હર્સ્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ થયા પછી, ફરદીન ખાન ફિલ્મમાં કારકિર્દી બનાવવા માટે ભારત પાછા ફર્યા અને કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયની તાલીમ લીધી હતી.

10 / 14
ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાને વર્ષ 2005માં મુમતાઝની દીકરી નતાશા માધવાની સાથે લગ્ન કર્યા હતા.

11 / 14
 વર્ષ 2013માં પોતાની પ્રથમ દીકરીનું કપલે સ્વાગત કર્યું હતુ ત્યારબાદ વર્ષ 2017માં તેમણે બીજા બાળકને જન્મ આપ્યો હતો.

12 / 14
ફરદીન ખાનને ફિલ્મ પ્રેમ અગન 1998 થી અભિનયની શરૂઆત કરી, જેના માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.ખાન જંગલ (2000), પ્યાર તુને ક્યા કિયા (2001), ભૂત (2003), દેવ (2004), નો એન્ટ્રી (2005) અને ઓલ ધ બેસ્ટ (2009) ફિલ્મોમાં લોકોનું મનોરંજન કર્યું હતુ.

13 / 14
તેઓ દુલ્હા મિલ ગયા (2010) માં જોવા મળ્યા બાદ  તેમણે અભિનયમાંથી બ્રેક લીધો હતો. ફરદીન ખાને 2024માં પીરિયડ વેબ સિરીઝ હીરામંડી સાથે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

14 / 14
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ફરદીન હવે 'હાઉસફુલ 5'માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે.જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.