મનોજ કુમારનો એક દીકરો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં, બીજો દીકરો છે બિઝનેસમેન, જાણો પરિવારમાં કોણ કોણ છે

|

Apr 11, 2025 | 9:51 AM

મનોજ કુમારનો જન્મ એબોટાબાદ શહેરમાં એક પંજાબી હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 87 વર્ષની વયે મનોજ કુમારે દુનિયાને અલવિદા કહ્યું છે. તો આજે આપણે મનોજ કુમારના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

1 / 14
 મનોજ કુમાર પીઢ અભિનેતા અને દિગ્દર્શકના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. 87 વર્ષની ઉંમરે, આ પીઢ અભિનેતાએ દુનિયાને અલવિદા કહ્યું. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

2 / 14
 મનોજ કુમારની બોલિવુડ લાઈફ તેમજ તેના વિશે રસપ્રદ વાતો જાણો

3 / 14
 બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં મનોજ કુમારનું યોગદાન ભૂલી શકાય નહીં. બહુ ઓછા લોકો જાણે છે કે પીઢ અભિનેતાનું સાચું નામ હરિકિશન ગિરી ગોસ્વામી હતું. મનોજ કુમાર હંમેશા દિલીપ કુમારના મોટા ચાહક રહ્યા છે, તેમની ફિલ્મો જોયા પછી તેમણે પોતાનું નામ બદલવાનું નક્કી કર્યું.

4 / 14
મનોજ કુમારની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક 'ક્રાંતિ' પણ છે. આ ફિલ્મ દ્વારા તેમણે લોકોમાં દેશભક્તિની લહેર જગાવી હતી.મનોજ કુમારે અનેક દેશભક્તિની ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેનું દિગ્દર્શન પણ કર્યું છે.

5 / 14
મનોજ કુમારે દિલ્હી યુનિવર્સિટીના હિન્દુ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. અભ્યાસ પછી, તેમણે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશવાનો નિર્ણય લીધો હતો. તેમની પહેલી ફિલ્મ 'ફેશન' 1957માં રિલીઝ થઈ હતી. તેમની પહેલી જ ફિલ્મમાં તેમણે 80 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી હતી.

6 / 14
 મનોજ કુમારની પત્નીનું નામ શશી ગોસ્વામી છે. 2013માં, તેમણે તેમની પત્ની સાથે એક ઇન્ટરવ્યુ આપ્યો અને તેમની લવસ્ટોરી વિશે કહ્યું કે જ્યારે તે ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા ત્યારે તે એક મિત્રના ઘરે ગયો હતો. ત્યાં જ તેણે શશીને જોઈ. અને તેમના પ્રેમમાં પડ્યા હતા.

7 / 14
મનોજ કુમારને 2 બાળકો વિશાલ ગોસ્વામી અને કુમાર ગોસ્વામી છે. વિશાલની વાત કરીએ તો તેમણે પિતાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિસ્મત અજમાવી છે. મનોજ કુમારે પોતાના કરિયરમાં અંદાજે 45થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.તેનો નાનો દીકરો બિઝનેસમેન છે.

8 / 14
જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેઓ અભિનેતા દિલીપ કુમાર, અશોક કુમાર અને કામિની કૌશલના ચાહક હતા અને શબનમમાં દિલીપ કુમારના પાત્ર પરથી પોતાનું નામ મનોજ કુમાર રાખવાનું નક્કી કર્યું હતું.

9 / 14
બહુ ઓછા લોકો જાણે છે કે મનોજ કુમારનો જન્મ એ જ જગ્યાએ થયો હતો જ્યાં કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનને અમેરિકન સૈનિકોએ રાતના અંધારામાં મારી નાખ્યો હતો.

10 / 14
ભાગલા પહેલા આ સ્થળ પણ ભારતનો એક ભાગ હતું. પરંતુ જ્યારે ભાગલા પડ્યા, ત્યારે મનોજ કુમારને માત્ર 10 વર્ષની ઉંમરે જલિયાંવાલા શેરખાનથી દિલ્હી આવવું પડ્યું.

11 / 14
 આ પછી વર્ષ 1962માં મનોજ કુમાર 'હરિયાલી ઔર રસ્તા'માં જોવા મળ્યા હતા.

12 / 14
આ ફિલ્મનું દિગ્દર્શન વિજય ભટ્ટે કર્યું હતું. આ ફિલ્મથી તેનું નસીબ બદલાઈ ગયું. તેમના કામની ખૂબ પ્રશંસા થઈ. મનોજ કુમારની પત્નીનું નામ શશી ગોસ્વામી છે અને તેમને ત્રણ પૌત્ર છે કર્મ ગોસ્વામી, વંશ ગોસ્વામી અને મુસ્કાન ગોસ્વામી છે.

13 / 14
 ભારતીય સિનેમામાં તેના યોગદાન માટે મનોજ કુમારને 1992માં પદ્મશ્રી અને 2015માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

14 / 14
તમને જણાવી દઈએ કે, બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર પણ એવા લોકોમાંના એક હતા જેમણે સિનેમાથી પ્રભાવિત થઈને પોતાનું નામ બદલ્યું હતું.

Published On - 2:47 pm, Fri, 4 April 25

Next Photo Gallery