
વિવેક આનંદ ઓબેરોયનો જન્મ 3 સપ્ટેમ્બર 1976ના રોજ હૈદરાબાદમાં પંજાબી પિતા સુરેશ ઓબેરોય અભિનેતાને ત્યાં થયો હતો. વિવેકની માતા યશોધરા, જેમણે 1974માં સુરેશ સાથે લગ્ન કર્યા હતા, વિવેકને તેલુગુ અને તમિલ બંને ભાષાનું સારું જ્ઞાન છે.

વિવેક ઓબેરોયનો પિતરાઈ ભાઈ, અક્ષય ઓબેરોય, પણ બોલિવૂડમાં એક અભિનેતા છે. ટુંકમાં વિવેક ઓબેરોયનો પરિવાર પહેલાથી જ ફિલ્મો સાથે સંકળાયેલો છે.

વિવેક આનંદ ઓબેરોયનો જન્મ 3 સપ્ટેમ્બર 1976માં થયો છે. તે એક ભારતીય અભિનેતા અને ઉદ્યોગપતિ છે. અભિનેતા સુરેશ ઓબેરોયના પુત્ર, તેમણે 2002માં હિન્દી ક્રાઈમ ફિલ્મ કંપની અને રોમેન્ટિક ડ્રામા સાથિયામાં અભિનયની શરૂઆત કરી હતી. તેમાં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી

વિવેક ઓબરેયના પરિવાર વિશે જાણો

તેમની કોમેડી મસ્તી (2004), હોરર ફિલ્મ કાલ (2005) અને એક્શન ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલા (2007) માં સફળતા મળી હતી, જ્યારે ઓમકારા (2006) અને કુરબાન (2009)માં તેમની સહાયક અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.

વર્ષ 2013માં ગ્રાન્ડ મસ્તી અને ક્રિશ 3ની સિક્વલ સાથે સફળતા મળી હતી. ત્યારબાદ તેમણે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ. જેમાં તેમણે વિવેગમ (2017), લ્યુસિફર (2019), વિનયા વિધેય રામા (2019) અને કડુવા (2022) એક્શન ફિલ્મોમાં વિલનની ભૂમિકાઓ ભજવી છે.

વિવેક ઓબેરોયે મેયો કોલેજ, અજમેર અને મીઠીબાઈ કોલેજ, મુંબઈમાં અભ્યાસ કર્યોછે.

લંડનમાં એક અભિનેતાની વર્કશોપમાં ન્યૂ યોર્ક યુનિવર્સિટીના ડિરેક્ટર મળ્યા, જેઓ ઓબેરોયને ન્યૂ યોર્ક લઈ ગયા, જ્યાં તેમણે ફિલ્મ એક્ટિનમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી.

ઓબેરોયનું પૂરું નામ સ્વામી વિવેકાનંદના નામ પર આધારિત છે, તેમના પિતા અને દાદા સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ હતા.

ઓબેરોયે એક ફિલ્મની સહ-અભિનેત્રી ઐશ્વર્યા રાયને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા થઈ હતી. 2003માં વિવેક ઓબેરોયે દાવો કર્યો હતો કે, એશ્વર્યા રાયના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ, સલમાન ખાને તેમને ધમકી આપી હતી. 2005માં વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાયનું બ્રેકઅપ થયું હતુ.

ઓબેરોય પત્ની પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે.ઓબેરોયે બેંગ્લોરમાં કર્ણાટકના મંત્રી જીવરાજ અલ્વાની પુત્રી પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે.

વિવેક ઓબેરોય ભલે અભિનયની દુનિયામાં મજબૂત સ્થાન ન બનાવી શક્યો હોય, પરંતુ તે બિઝનેસની દુનિયામાં મોટું નામ બનાવી રહ્યો છે અને ઘણા પૈસા કમાઈ રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, વિવેક ઓબેરોયની કુલ સંપત્તિ લગભગ 1 અબજ 10 કરોડ રૂપિયા છે, જેમાં સ્થાવર અને જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે. તે એક બાંધકામ કંપનીનો માલિક પણ છે.

વિવેક ઓબેરોય હાલમાં ખુબ ઓછી ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે.