Happy Teacher’s Day 2024: એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા શિક્ષક અને પ્રોફેસર હતા આ બોલિવુડ સ્ટાર, જુઓ ફોટો

|

Sep 05, 2024 | 1:39 PM

કેટલાક બોલિવુડ સ્ટાર એવા છે જે મોટા સ્ટાર બની ચૂક્યા છે પરંતુ એક સમયે તેઓ શિક્ષક હતા. તો આજે આપણ શિક્ષક ડે પર કેટલાક એવા સ્ટાર વિશે વાત કરીશું જે પહેલા શિક્ષક હતા.

1 / 5
દર વર્ષે 5 સપ્ટેમબરના રોજ ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ દિવસ શિક્ષકની સાથે બાળકો માટે પણ ખાસ હોય છે. આ દિવસની ખુબ લાંબા સમયથી રાહ જોવામાં આવતી હોય છે. આ દિવસને સેલિબ્રેટ પણ કરવામાં આવે છે. આજે આપણે આ આર્ટિકલમાં વાત કરીશું કેટલાક એવા બોલિવુડ સ્ટારની જે રિયલ લાઈફમાં શિક્ષક રહી ચૂક્યા છે.

2 / 5
બોલિવુડ સ્ટાર અક્ષય કુમારને આજે કોઈ ઓળખની જરુર નથી. તે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેની અનેક ફિલ્મો સુપરહિટ પણ સાબિત થઈ છે. બોલિવુડમાં ડેબ્યુ પહેલા અભિનેતા બાળકોને માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપતો હતો.

3 / 5
અનુપમ ખેર 68 વર્ષના થઈ ચૂક્યા છે. તેમ છતાં આજે પણ બોલિવુડને અનેક હિટ ફિલ્મો આપે છે. અનુપમ ખેર એક્ટિંગ સ્કૂલ પણ ચલાવે છે. આ એક્ટિંગ સ્કૂલમાં અનેક મોટા સેલિબ્રિટિના બાળકો એક્ટિંગ શીખવા આવે છે. તેની સ્કૂલમાં દીપિકા પાદુકોણથી લઈ અભિષેક બચ્ચન જેવા સ્ટારે એક્ટિંગ શીખી છે.

4 / 5
ફિલ્મ દંગલ માટે 10000 છોકરીઓમાંથી પંસદ થયેલી સાન્યા મલ્હોત્રાને હવે કોઈ ઓળખની જરુર નથી. તેને લોકો દંગલ ગર્લ તરીકે ઓળખે છે. બોલિવુડમાં પગ મુકતા પહેલા સાન્યા શિક્ષક હતી. કહેવામાં આવે છે કે, સાન્યા પહેલા બાળકોને બેલી ડાન્સ શિખવાડતી હતી. તે એક સારી ડાન્સર પણ છે.

5 / 5
કાદર ખાન ઈન્ડસ્ટ્રીમાં સૌથી શાનદાર કલાકારોમાંથી એક હતા. વર્ષ 2018માં કાદર ખાને દુનિયાને અલવિદા કહ્યું હતુ. પણ શું તમે જાણો છો કે, કાદર ખાન પણ એક્ટિંગ કરતા પહેલા એક શિક્ષક હતા. વર્ષ 1970થી 1975 સુધી કાદર ખાન મુંબઈની ભાયખલાની એક કોલેજમાં સિવિલ એન્જિન્યરિંગનો અભ્યાસ કરાવતા હતા.

Next Photo Gallery