
પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં જન્મેલી રાખી જ્યારે માત્ર 16 વર્ષની હતી ત્યારે તેણે સાત ફેરા લીધા હતા. રાખીએ વ્યવસાયે પત્રકાર અને ફિલ્મ નિર્દેશક અજય વિશ્વાસ સાથે લગ્ન કર્યા હતા. એ એરેન્જ્ડ મેરેજ હતા, પરંતુ રાખી અને અજયનો સંબંધ માત્ર બે વર્ષ જ ટકી શક્યો. આ પછી બંને અલગ થઈ ગયા હતા. તેમણે બીજા લગ્ન ગુલઝાર સાથે કર્યા હતા.

ગુલઝાર સાહેબના અંગત જીવનની વાત કરીએ તો ગુલઝારે અભિનેત્રી રાખી સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને અલગ રહેવા લાગ્યા હતા પરંતુ તેઓએ ક્યારેય છૂટાછેડા લીધા નથી. બંનેને મેઘના ગુલઝાર નામની પુત્રી છે.

જ્યારે રાખી હિન્દી સિનેમામાં જાણીતું નામ બની ગઈ હતી ત્યારે તે પ્રખ્યાત ગીતકાર ગુલઝારને મળી હતી. બંને ધીમે ધીમે નજીક આવતા ગયા અને એક દિવસ એવો આવ્યો કે તેમના લગ્ન થઈ ગયા. બંનેએ 1973 દરમિયાન લગ્ન કર્યા હતા અને એક વર્ષમાં જ તેમને એક પુત્રી મેઘનાને જન્મ આપ્યો તેમની પુત્રી મેઘના ગુલઝાર એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે

મેઘના ગુલઝાર એક ભારતીય ફિલ્મ લેખક અને દિગ્દર્શક છે. તે હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર-ગીતકાર ગુલઝાર અને અભિનેત્રી રાખી ગુલઝારની પુત્રી છે. મેઘના ગુલઝારનો જન્મ 13 ડિસેમ્બર 1973ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા ગુલઝાર હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર-ગીતકાર છે.તેણે આલિયા સાથે 'રાઝી' બનાવી જે સુપરહિટ સાબિત થઈ. વર્ષ 2020માં મેઘનાએ દીપિકા પાદુકોણ સાથે છપાક બનાવી, આ ફિલ્મને બોક્સ ઓફિસ પર વધુ સફળતા મળી ન હતી, પરંતુ વિવેચકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. (photo : timelessindianmelodies)

મેઘના ગુલઝારે ઉદ્યોગપતિ ગોવિંદ સંધુ સાથે લગ્ન કર્યા છે જેઓ Antworks Pteના સહ-સ્થાપક અને CFO છે. મેઘના અને ગોવિંદને એક પુત્ર પણ છે.ગુલઝાર તેમની પુત્રી મેઘનાને પ્રેમથી 'બોસ્કી' કહે છે.
Published On - 9:40 am, Fri, 18 August 23