
આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ કલ્કી 2898 એડી, પ્રભાસ સ્ટાર ફિલ્મના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે. નાગ અશ્વિને ડાયરેક્ટ કરેલી આ એક્શન ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ બેબીબમ્પમાં જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મની સ્ટોરી દીપિકા પાદુકોણના માતા બનવા પર છે. આ ફિલ્મમાં દિશા પટની અને કમલ હાસને મુખ્ય ભુમિકા નિભાવી હતી.

વર્ષ 2015માં આવેલી બાજીરાવ મસ્તાનીમાં દીપિકાએ 6 વર્ષની બાળકના માતાનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં દીપિકા મસ્તાની બાઈ અને રણવીર સિંહ પેશવા બાજીરાવના પાત્રમાં હતા. આ ફિલ્મને સંજય લીલા ભંસાલીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં દીપિકાએ બાળકને સાથે લઈ તલવારબાજી કરતી જોવા મળી હતી.
Published On - 3:58 pm, Mon, 9 September 24