કોમેડિયન કીકુ શારદાને કપિલ શર્માના શોમાં અલગ અલગ પાત્રમાં તમે જોયો હશે. તે ક્યારેક નર્સ તો ક્યારેક સની દેઓલની મિમિક્રી કરી ચાહકોને ખુબ હસાવે છે. આ વખતે કોમેડી શોને લઈ ચર્ચામાં નથી પરંતુ તેની પત્નીના કારણે ચર્ચામાં છે.
કોમેડિયને એક એવો ખુલાસો કર્યો કે, તેને જાણી સો કોઈ ચોંકી ગયા હતા. અભિનેતાએ કહ્યું તેની પત્ની પ્રિયંકાની પાસે 1 કે 2 નહિ પરંતુ 12 થી 13 પાસપોર્ટ હતા. તે દરરોજ મલેશિયા સિંગાપુરથી સ્કૂલ જકી હતી. આ વાત સાંભળી અર્ચના પુરન સિંહનું રિએક્શન અલગ જ હતુ. તો ચાલો જાણીએ આ વિશે મજેદાર વાત.
કીકુએ અર્ચના પુરન સિંહના વ્લોગમાં એક શાનદાર વાત કરી છે. તે હંમેશા કપિલના સેટ પર વીડિયો બનાવે છે. વાતો કરે છે. હાલમાં કીકુ શારદાની પત્નીને લઈ ચોંકાવનાર ખુલાસો કર્યો છે. વીડિયોમાં અભિનેતા પરમીત સેઠીએ કીકુ શારદાની પત્ની પ્રિયંકાને તેના અભ્યાસ વિશે વાત કરી તો તેમણે કહ્યું કે, એક લાંબી સફર રહી છે.
નવા નવા લગ્ન થયા તો તે પાસપોર્ટ દેખાડતો હતો.તો તેમણે 4-5 બંડલ કાઢ્યા અને ટેબલ પર રાખ્યા મે પુછ્યું તારી પાસે આટલા બધા પાસપોર્ટ ? તેમણે કહ્યું હજું 4 થી 5 પાસપોર્ટ છે. જે ઘરે છે.
મે કહ્યું આટલા પાસપોર્ટની કેમ જરુર પડી, તો ત્યારે જાણ થઈ કે, તેના પિતા મલેશિયામાં નોકરી હતા, ત્યાં સારી સ્કૂલ ન હતી. એટલે અભ્યાસ માટે દરરોજ સિંગાપુર જતી હતી. ફ્લાઈટથી મારે અડધા કલાક લાગતો હતો. હું રોજ ઘરથી સ્કૂલ ફ્લાઈટથી જતી હતી.તમને જણાવી દઈએ કે, કિકુ અને પ્રિયંકાની ટ્રેડિશનલ ટુંકમાં અરેન્જ મેરેજ કર્યા છે. કપલને 2 બાળકો છે.