
નાના પાટેકરના નિધન બાદ તેમનો પરિવાર શોકમાં છે, પરંતુ શું તમે જાણો છો કે તેમના પરિવારના સભ્યો પણ ફિલ્મ જગત સાથે જોડાયેલા હતા. ચાલો આજે આપણે નાના પાટેકરના પરિવાર વિશે જાણીશું.

નાના પાટેકરે ગોવામાં અંતિમ શ્વાસ લીધો છે. તેની ખુબ મોટી ફેન ફોલોઈંગ પણ રહી છે.નાના પાટેકર હિન્દી અને મરાઠી સિનેમાના સૌથી સન્માનિત કલાકારોમાંના એક રહ્યા છે. તેમણે મોટાભાગે પોતાની પર્સનલ લાઈફને લાઈમ લાઈટથી દુર રાખી છે.

વિશ્વનાથ પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડમાં થયો હતો, નાના એક સાધારણ પરિવારમાં ઉછર્યા હતા અને ઘણીવાર તેમના બાળપણ અને માતાપિતા વિશે વાત કરતા હતા.

નાના પાટેકરે 1978માં નીલાકાંતી પાટેકર સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્ની થિયેટર અને મરાઠી સિનેમા સાથે જોડાયેલી રહી છે. અમુક મતભેદના કારણે નાના પાટેકર પોતાની પત્નીથી અલગ રહેતા હતા. તેમની પત્નીએ નાના પાટેકરને મુશ્કેલ સમયમાં પણ સાથ આપ્યો હતો.

નાના અને નીલકંઠી પાટેકરને બે પુત્રો હતા, દુર્વાસા અને મલ્હાર. દુર્વાસાનું અઢી વર્ષની ઉંમરે બીમારીને કારણે અવસાન થયું. તેમના નાના પુત્ર, મલ્હાર પાટેકરે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા તરીકે કામ કર્યું છે. તેઓ નાનાના પ્રોડક્શન કાર્ય અને નામ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે, અને આજે સામાજિક કાર્ય પણ કરે છે.

નાના પાટેકરના પિતા ગજાનન પાટેકર ટેક્સટાઈલના બિઝનેસ સાથે જોડાયેલા હતા.તેમની માતા નિર્મલા પાટેકર એક હાઉસવાઈફ હતી. નાના પાટેકર 3 ભાઈમાં સૌથી નાના છે. તેના ભાઈ અશોક પાટેકર અને દિલીપ પાટેકર છે.ત્રણેય ભાઈએ બાળપણ મુરુડમાં પસાર કર્યું છે.

સિનેમામાં આટલી સફળતા મળ્યા છતાં, નાના પાટેકરે પોતાની પર્સનલ લાઈફને મોટાભાગે પ્રાઈવેટ રાખી છે અને ભાગ્યે જ પોતાના પરિવાર વિશે જાહેરમાં વિગતવાર વાત કરતા હતા, પરંતુ તેમની સાથે તેમનો સંબંધ ખૂબ જ ઊંડો હતો.
Published On - 9:18 am, Thu, 8 October 26