
સુશાંતે જણાવ્યું કે, ટ્રાઝિશન પછી તે પોતાનું નામ રાની સુશાંત દિવગીકર રાખશે. તેમણે કહ્યું કે, મારા -પિતાએ મારું નામ સુશાંત રાખ્યું હતુ. આ માટે મારા નામનો ભાગ રહેશે. રાની નામ લોકોએ મને પ્રેમથી આપ્યું છે. આ માટે બંનેને નામ સાથે રાખીશ.

સુશાંતે એ પણ કહ્યું કે, મેડિકલ ટ્રાઝિશનના નિર્ણય તેમણે ઉતાવળમાં લીધો નથી. તેમણે કહ્યું કે, હું લાંબા સમયથી ડોક્ટરના સંપર્કમાં હતી. સૌથી પહેલા મે માનસિક સ્વાસ્થ વિશેષજ્ઞોની સલાહ લીધી હતી. કારણ કે, આ નિર્ણય હંમેશા માટે હોય છે.

સુશાંતે પહેલી વખત જણાવ્યું કે, તે 2023માં ટ્રાઝિશન શરુ કરવા માંગતો હતો પરંતુ આવું થઈ શક્યું નહી. તેમણે કહ્યું થેન્ક્યુ ફોર કમિંગ ફિલ્મ માટે મને પુરુષ જેવું દેખાવાનું હતુ. તે સમયે મને ખૂબ જ ડિસફોરિયા થઈ રહ્યો હતો, તેથી મારે મારો નિર્ણય ટાળવો પડ્યો.

માત્ર ફિલ્મો જ નહી પરંતુ સ્વાસ્થ સમસ્યા પણ થઈ કારણ કે, મારું લિવર અને બ્લ્ડ રિપોર્ટ સારા ન હતા. મને એનીમિયા અને આયરનની ઉણપ થઈ હતી. આ માટે થોડો સમય લેવો પડ્યો હતો.

સુશાંતે કહ્યું તેની અસર હજુ પણ છે. તેમણે કહ્યું મને આશા છે કે, 2027 સુધીમાં મારું આ ટ્રાઝિશન સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે. આ વર્ષે જન્મદિવસ પર પોતાને આનાથી મોટી ગિફ્ટ આપી શકતી નથી.

એક સિંગરને લઈ સૌથી મોટી વાત અવાજને લઈ હતી. તેમણે કહ્યું કે, લોકોને લાગે છે કે, એસ્ટ્રોઝન લેવાથી અવાજ બદલી જાય છે પરંતુ આવું થતું નથી.

મહિલામાંથી પુરુષ બનવા પર ટેસ્ટોસ્ટેરોનના કારણે અવાજ બદલે છે. પરંતુ પુરુષ બનવા પર આવું થતું નથી. હું ખુશ છું કે, મારો અવાજ સારો રહેશે.