
દીપિકા પાદુકોણની નેટવર્થ 500 કરોડ રુપિયા છે. તે જાહેરાત, ફિલ્મો અને બ્યુટી બ્રાન્ડથી કરોડો રુપિયાની કમાણી કરે છે. પોતાની એક્ટિંગ કરિયર સિવાય દીપિકા પાદુકોણે વિવિધ સફળ બ્રાન્ડ્સ અને બિઝનેસમાં રોકાણ કરીને તેની નેટવર્થમાં વધારો કર્યો છે.

દીપિકા અને તેના પતિ અભિનેતા રણવીર સિંહ, મુંબઈ અને વિદેશમાં ઘણી મિલકતો ધરાવે છે, જે તેમની વૈભવી લાઈફ સ્ટાઈલ દર્શાવે છે. દીપિકા પાદુકોણ તેના પતિ સાથે મુંબઈમાં રહે છે.

દીપિકા પાદુકોણે 2013માં 16 કરોડ રુપિયાનું ઘર ખરીદ્યું હતુ. પોતાના પતિ રણવીર સિંહની સાથે બાંદ્રામાં 119 કરોડ રુપિયામાં એક લક્ઝુરિયસ ક્વાડ્રુપ્લેક્સ ખરીદ્યું છે, આ કપલ પાસે વરલીના બ્યુમોન્ડે ટાવર્સમાં 40 કરોડ રૂપિયાનો 5BHK એપાર્ટમેન્ટ છે અને અલીબાગમાં એક સુંદર બંગલો 22 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણ નેટવર્થના મામલે પતિ રણવીર સિંહ કરતા આગળ છે. રાજકારણ. રિપોર્ટ અનુસાર જ્યાં દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ અંદાજે 597 કરોડ રૂપિયા છે. તો રણવીર સિંહે અંદાજે 362 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે.