
અભિનેતા અર્જુન રામપાલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં પોતાના કરિયરનો સૌથી મહત્વના રોલમાંનો એક રોલ નિભાવતો જોવા મળશે. ફિલ્મમાં અભિનેતા મેજર ઈકબાલના રોલમાં જોવા મળ્યો છે. આ ફિલ્મ માટે તેને અંદાજે 1 કરોડ રુપિયાનો ચાર્જ મળ્યો છે તેવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

આ ફિલ્મના ટ્રેલરમાં અક્ષય ખન્નાનો લુક ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મ માટ બોલિવુડ અભિનેતાને 2.5 કરોડ રુપિયા મળ્યા છે. છાવામાં ઔરંગઝેબના રોલ બાદ વધુ એક રોલ ચાહકોને વધુ પસંદ આવ્યો છે.

આ ફિલ્મમાં બોલિવુડ અભિનેતા સંજય દત્ત પણ જોવા મળે છે. ધુરંધર ફિલ્મના ટ્રેલરમાં ચાહકોને તેની ઝલક જોવા મળી હતી. સંજય દત્તે આ ફિલ્મમાં એસપી ચૌધરી અસલમનો રોલ પ્લે કર્યો છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ માટે તેને 2.5 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે.