90 કિમી સાઇકલ ચલાવી, 1.9 કિમી સ્વિમિંગ અને 21 કિમી રનિંગ કરી, બોલિવૂડ અભિનેત્રીએ જીત્યો મેડલ
સૈયામી જર્મનીના બર્લિનમાં આયર્નમેન 70.3 પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી છે. સૈયામી સિવાય આયર્નમેન ટ્રાયથલોનમાં ભાગ લેનાર એકમાત્ર બોલિવૂડ સેલિબ્રિટી મિલિંદ સોમન છે.
1 / 5
બોલિવુડ અભિનેત્રી સૈયામી ખેરે જર્મનીમાં આયોજિત આયરનમૈન 70.3 ટ્રાયથલોનમાં ભાગ લીધો હતો. આ રેસમાં સૈયામી ખેરે 21 કિમી રનિંગ કર્યું હતુ. મેડલ જીતી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો છે.
2 / 5
બોલિવુડ અભિનેત્રી સૈયામી ખેર ફિલ્મોની રંગની દુનિયા સાથે સ્પોર્ટસ સાથે પણ જોડાયેલી છે. શાળામાં હતી ત્યારે પણ અભિનેત્રી એથ્લેટિક્સમાં ભાગ લેનારી સૈયામી ખેર ફિલ્મોની સાથે સ્પોર્ટસ ઈવેન્ટમાં પણ ભાગ લેતી રહી છે.
3 / 5
હાલમાં સૈયામી યૂરોપના દેશ જર્મનીમાં 90 કિલોમીટર સાઈકલિંગ,1.9 કિમી સ્વિમિંગ કરી અને 21 કિલોમીટર રનિંગ કરી સૌને ચોંકાવી દીધા છે. અભિનેત્રી આયરનમૈન 70.3 ટ્રાયથલોનમાં ભાગ લીધો છે અને આ સાથે મેડલ પણ જીત્યો છે.
4 / 5
અભિનેત્રીએ દુનિયાની સૌથી અઘરી સ્પર્ધા ગણાતી ટ્રાયથલોનમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું આ મારા લાઈફનો સૌથી શાનદાર દિવસ છે. જેના માટે હું રોજ 12 થી 14 કલાક સુધી ટ્રેનિંગ લેતી હતી.
5 / 5
સ્પોર્ટસ પર બનેલી ફિલ્મ ધૂમરમાં સૈયામી ખેર એક ક્રિકેટરના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સૈયામી સાથે બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતો. અમિતાભ બચ્ચને કેમિયો રોલ કર્યો હતો. અભિનેત્રી અત્યાર સુધી કુલ 17 પ્રોજેક્ટમાં કામ કરી ચૂકી છે.