
રેખા તમિલના સુપર સ્ટાર જેમિના ગણેશન અને પુષ્પાવલ્લીની દિકરી છે. તેના પિતા તમિલ સિનેમામાં ખુબ ફેમસ હતા. એટલે કહી શકાય કે,રેખાના ઘરમાં એક્ટિંગનો માહોલ હતો. રેખા તેના માતા-પિતાના પગલે ચાલી તો આજે આપણે રેખાના પરિવાર વિશે વાત કરીશું.

રેખાનો જ્યારે જન્મ થયો ત્યારે તેના પિતાએ તેમની માતા સાથે લગ્ન કર્યા ન હતા. રેખાના જન્મ બાદ જેમિના ગણેશને પિતાનો સંબંધ નિભાવ્યો નહિ અને દિકરીની તમામ જવાબદારી તેમની માતા પર છોડી દીધી હતી.

રેખાની માતાને છોડ્યા બાદ તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. રેખાની વધુ એક બહેન રાધા સિવાય તેમને 5 સાવકી બહેનો અને 1 ભાઈ પણ છે.

તમને જણાવી દઈએ કે, તેલુગુ ફિલ્મ રેંગુલા રત્નમથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે રેખાએ કરિયરની શરુઆત કરી હતી. તેમણે પોતાના કરિયરમાં 180થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રેખા આજે પણ પોતાની માંગમાં સિંદુર ભરે છે.

1990માં રેખાએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. રેખાના લગ્ન વધુ ટક્યા નહિ અને માત્ર 6 મહિનામાં તેના પતિનું મૃત્યું થયું હતુ.

રેખાને તેના પિતા જેમિની ગણેશન સાથે સારા સંબંધો નહોતા, પરંતુ આ સાતેય બહેનો વચ્ચે સારું બોન્ડિંગ અને પ્રેમ છે. દરેક વ્યક્તિ એકબીજાને સપોર્ટ પણ કરે છે.

જેમિની ગણેશનને રેખા અને તેની માતા સાથે સારા સંબંધો નહોતા. જેમિનીએ રેખાની માતા સાથે લગ્ન પણ કર્યા ન હતા, પરંતુ તેનાથી રેખા અને તેના અન્ય ભાઈ-બહેનના પ્રેમમાં કોઈ ફરક પડ્યો ન હતો. આજે પણ ગમે તે પ્રસંગ હોય તમામ બહેનો એકબીજાને સાથ અને સહકાર આપવા આગળ આવે છે.

1973માં રેખાનું અફેર બોલિવુડ અભિનેતા વિનોદ મહેરા સાથે હતુ, તેમજ અમિતાભ બચ્ચન સાથે પણ અફેરની ચર્ચાઓ થઈ હતી. પરંતુ આના વિશે ક્યારે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

એવરગ્રીન અભિનેત્રી રેખા ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ છે જેણે પોતાની તાકાત પર ઘણું નામ કમાયું છે. નાની ઉંમરે એક્ટિંગ કરિયર તરફ ધકેલાઈ ગયેલી રેખાને તેના જીવનમાં ક્યારેય પ્રેમ મળ્યો નહિ.
Published On - 8:46 am, Sun, 13 October 24