આ ફિલ્મના સેટ પર અદિતિ રાવ સાથે પ્રેમમાં પડ્યો સિદ્ધાર્થ, જાણો કેવી રીતે શરૂ થઈ લવસ્ટોરી
બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, રિપોર્ટ્સ મુજબ અદિતિ અને સિદ્ધાર્થે તેલંગાણાના શ્રીરંગાપુરમ જિલ્લાના રંગનાયક સ્વામી મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. પરંતુ હજુ સુધી કોઈ તસવીરો કે સત્તાવાર માહિતી સામે આવી નથી.
1 / 5
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ બંનેએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. પરંતુ બોલિવુડની પાર્ટી હોય કે એવોર્ડ ફંક્શન, બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. હાલમાં મીડિયા રિપોર્ટ મુજબ આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે. (Image: Instagram)
2 / 5
તમને જણાવી દઈએ કે આ માત્ર અદિતિના જ નહીં પરંતુ સિદ્ધાર્થના પણ બીજા લગ્ન છે. સિદ્ધાર્થના પહેલા લગ્ન વર્ષ 2003માં થયા હતા. પરંતુ વર્ષ 2007માં તેમના છૂટાછેડા થઈ ગયા. અદિતિએ વર્ષ 2007માં એક્ટર સત્યદીપ મિશ્રા સાથે પણ લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ન ચાલ્યા અને બંને અલગ થઈ ગયા. (Image: Instagram)
3 / 5
ત્યારબાદ વર્ષ 2021માં તેલુગુ ફિલ્મ ‘મહા સમુદ્રમ’ની અદિતિ એક્ટર સિદ્ધાર્થને મળી. જ્યાં આ કપલ પહેલા મિત્ર બન્યા અને પછી ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાય ગઈ. (Image: Instagram)
4 / 5
આ ફિલ્મનું પ્રમોશન કરતી વખતે અદિતિ અને સિદ્ધાર્થે પણ નક્કી કર્યું કે તેઓ આખી જિંદગી એકબીજા સાથે વિતાવશે. ઘણીવાર બંને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા અને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. (Image: Instagram)
5 / 5
રિપોર્ટ મુજબ અદિતિ અને સિદ્ધાર્થે તેલંગાણાના શ્રીરંગાપુરમ જિલ્લાના રંગનાયક સ્વામી મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. પરંતુ હજુ સુધી કોઈ તસવીરો કે સત્તાવાર માહિતી સામે આવી નથી. (Image: Instagram)