
બોલિવુડ અભિનેતાએ ચંદીગઢમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.તે શાળામાં રમતગમતમાં પણ ભાગ લેતો હતો અને તેણે હરિયાણાની અંડર-19 ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે આઈઆઈએમસી દિલ્હીમાંથી માસ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં શિક્ષણ પૂર્ણ કર્યું.

અપાર.શક્તિ ખુરાનાએ 7 સપ્ટેમ્બર 2014ના રોજ આકૃતિ આહુજા, એક બિઝનેસવુમન અને ISB ગ્રેજ્યુએટ (જેમની મુલાકાત ચંદીગઢમાં ડાન્સ ક્લાસમાં થઈ હતી) સાથે લગ્ન કર્યા. આ દંપતી 27 ઓગસ્ટ 2021ના રોજ એક બાળકીના માતા-પિતા બન્યા હતા.

ખુરાનાએ નિતેશ તિવારીની બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા દંગલ (2016) થી અભિનયની શરૂઆત કરી હતી. જે મહાવીર સિંહ ફોગાટની રિયલ સ્ટોરી છે.અપારશક્તિ ખુરાનાએ મહાવીરના ભત્રીજા ઓમકારની ભૂમિકા ભજવી હતી.

ત્યારબાદ તેણે બદ્રીનાથ કી દુલ્હનિયા (2017), સ્ત્રી (2018), લુકા ચુપ્પી (2019), અને પતિ પત્ની ઔર વો (2019) જેવી ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી હતી. હાલમાં અભિનેતા સ્ત્રી 2માં જોવા મળી રહ્યો છે.

અભિનેતાનો પ્રથમ બોલિવૂડ પ્રોજેક્ટ સ્પોર્ટ્સ બાયોપિક દંગલ (2016)માં જોવા મળ્યો હતો, જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ રહી છે. અને તેમણે અહિથી સારી ઓળખ પણ બનાવી હતી.

MTV રોડીઝ માટે અપારશક્તિ ઓડિશન (સીઝન 3, એપિસોડ 2) પહેલીવાર કેમેરાનો સામનો કર્યો હતો.અપારશક્તિ ખુરાનાએ પણ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. ફિલ્મોની સાથે સાથે તે OTT પર પણ પોતાના અભિનયથી ધૂમ મચાવી રહ્યો છે.

આયુષ્માન ખુરાના બોલિવુડ ફિલ્મોનો જાણીતા અભિનેતા છે. તેની દરેક ફિલ્મને ચાહકોનો ખુબ પ્રેમ મળે છે. એક પછી એક સફળ ફિલ્મો આપીને તેણે પોતાનું એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે.2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'વિકી ડોનર'થી ડેબ્યૂ કર્યા બાદ તેણે પાછું વળીને જોયું નથી. તેમની પત્ની તાહિરા કશ્યપ એક લેખક અને ફિલ્મ નિર્માતા છે.
Published On - 7:03 am, Wed, 21 August 24