
અદનાન શેખ વિશે વાત કરીએ તો તે 27 વર્ષનો છે. તે સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ અને ડાન્સર છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 11.3 મિલિયન ફોલોઅર્સ છે. આટલું જ નહિ યુટ્યુબ પર 568 હજાર સબસ્ક્રાઈબર્સ પણ છે.આનાથી અંદાજો લગાવી શકાય કે, તેની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે.

તમને જણાવી દઈએ કે, અદનાન પોતાના અજીબોગરીબ વીડિયો માટે જાણીતો છે. તે ચાહકોમાં ખુબ જ લોકપ્રિય પણ છે. એક રિપોર્ટ મુજબ વર્ષમાં 1.20 કરોડ રુપિયાની કમાણી કરે છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શોમાં આવવા માટે તેને એક એપિસોડ માટે 1 લાખ રુપિયાની ફી આપવામાં આવી શકે છે.

અદનાની કુલ નેટવર્થ વિશે વાત કરીએ તો કુલ નેટવર્થ 7 કરોડ છે, એક્ટિંગ, મોડલિંગ અને જાહેરાતથી કમાણી કરે છે. અદનાન શેખની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીને લઈ હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.