
મોનાલિસા નામ રાખ્યા પછી જ ફિલ્મોમાં ખ્યાતિ મળી. મોનાલિસાએ અત્યાર સુધી હિન્દી, ભોજપુરી, બંગાળી, ઉડિયા, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 'બિગ બોસ સીઝન 10'માં પણ ભાગ લીધો છે, આ સિવાય તે 'નચ બલિયે સીઝન 8', 'નઝર', 'નમક ઇશ્ક કા' જેવી ઘણી સીરિયલ્સમાં પણ જોવા મળી છે.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી હિરોઈનો છે, જેઓ પોતાની એક્ટિંગ અને સ્ટાઈલની સાથે સાથે લુક માટે પણ ખૂબ ચર્ચામાં છે. આ અભિનેત્રીઓમાંથી એક છે મોનાલિસા. તે સોશિયલ મીડિયા પર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે.

2016માં રિયાલિટી શો બિગ બોસ 10ની સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તે સ્ટાર પ્લસની સિરીયલમાં પણ જોવા મળી ચૂકી છે. ચાહકોને મોનાલિસાની એક્ટિંગ ખુબ પસંદ આવે છે.

અંતરા બિસ્વાસનો જન્મ 21 નવેમ્બર 1982ના રોજ એક બંગાળી હિંદુ પરિવારમાં થયો હતો. તેણે તેના કાકાના કહેવાથી મોનાલિસા નામ રાખ્યું હતુ.કોલકાતાના એલ્ગિન રોડ પરની જુલિયન ડે સ્કૂલમાં અભ્યાસ કર્યો અને બાદમાં યુનિવર્સિટી ઓફ કલકત્તાની આશુતોષ કોલેજમાંથી સંસ્કૃતમાં બી.એ. કર્યું છે.

મોનાલિસા અને વિક્રાંત સિંહની પહેલી મુલાકાતની વાત કરીએ તો બંને પહેલીવાર ભોજપુરી ફિલ્મ 'દુલ્હા અલબેલા'ના સેટ પર મળ્યા હતા. અહીંથી જ તેમનો પ્રેમ શરુ થયો અને આ પછી બંને લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યાં હતા.

વિક્રાંત સિંહ રાજપૂતનો જન્મ 29 સપ્ટેમ્બર 1986ના રોજ થયો છે. જે ભોજપુરી ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ મેહરૂ બિના રાતિયા કૈસે કટીથી કરી હતી.

ભોજપુરી અભિનેતા વિક્રાંત સિંહ રાજપૂત અને મોનાલિસાની જોડી ઈન્ડસ્ટ્રીની ટોચની જોડીમાંની એક છે. ચાહકો આ કપલને ખુબ આદર અને પ્રેમ આપે છે. બિગ બોસનું આ કપલ ઘણું લોકપ્રિય છે. બંને અવારનવાર એકસાથે રીલ અને ફોટા શેર કરે છે.
Published On - 1:23 pm, Tue, 6 February 24