
આ ફિલ્મમાં કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી, સાન્યા મલ્હોત્રા, જેકી શ્રોફ અને રાજપાલ યાદવ પણ જોવા મળશે.કીર્તિ સુરેશના હાલમાં જ લગ્ન થયા છે. તેમણે આ ફિલ્મ માટે 4 કરોડનો ચાર્જ લીધો છે. જેકી શ્રોફે દોઢ કરોડનો ચાર્જ લીધો છે.

રાજપાલ યાદવ અને સાન્યા મલ્હોત્રાએ બેબી જોન ફિલ્મ માટે એક -એક કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. સૌથી ઓછો ચાર્જ વામિકા ગબ્બીનો જણાવવામાં આવી રહ્યો છે. તેમણે આ ફિલ્મ માટે 40 લાખ રુપિયા મળ્યા છે.

એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ જોવા મળશે. તેમણે કેટલો ચાર્જ લીધો છે. તેનો ખુલાસો હજુ થયો નથી. તમને જણાવી દઈએ કે, બેબી જોન સાઉથની ફિલ્મ થેરીની રીમેક છે. થેરી ફિલ્મ પણ એટલીએ જ ડાયરેકટ કરી હતી.