
રણબીર કપૂરની 'રામાયણ'ને લઈને અત્યાર સુધી ઘણાં મોટા અપડેટ સામે આવી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ 750 કરોડ રુપિયાના બજેટમાં આ ફિલ્મને બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ ત્રણ પાર્ટમાં આવશે. પહેલા પાર્ટમાં માત્ર સીતા હરણની સ્ટોરી બતાવવામાં આવશે. આ દરમિયાન ટીવીના 'જમાઈ રાજા'ની એન્ટ્રી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ રવિ દુબે આ ફિલ્મમાં લક્ષ્મણનો રોલ પ્લે કરશે. પરંતુ એક્ટર તરફથી હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ આ સમાચાર બાદ તેના ફેન્સ ખુશ થઈ ગયા છે.

'જમાઈ રાજા' નામથી પોપ્યુલર શોમાં રવિ દુબે જોવા મળ્યો હતો. તે ઘણાં હિટ શો આપી ચૂક્યો છે. શાનદાર એક્ટર હોવાની સાથે પ્રોડ્યુસર પણ છે. તેને 'જમાઈ રાજા' શોથી ઓળખાણ મળી હતા. થોડા સમય પહેલા તે વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. પરંતુ ફિલ્મમાં તેની ખાસ સફળતા ના મળી. ફેન્સ હવે આ ફિલ્મને લઈને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થવાની રાહ જોઈ રહ્યા છે.