Annu Kapoor : ‘મુસલમાનોને સારા બતાવવા અને પંડિતોને …’, 17 વર્ષ પછી ‘ચક દે ઈન્ડિયા’ પર અન્નુ કપૂરનો કટાક્ષ

|

Oct 26, 2024 | 7:58 AM

Annu Kapoor statement : વર્ષ 2007માં રિલીઝ થયેલી શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'ચક દે ઈન્ડિયા' વિશે અન્નુ કપૂરે ચોંકાવનારો દાવો કર્યો છે. આ ઉપરાંત તે નિર્માતાઓ પર કટાક્ષ કરીને નવા વિવાદોને જન્મ આપતા જોવા મળ્યા છે.

1 / 5
'ચક દે ઈન્ડિયા' હિન્દી સિનેમાની બેસ્ટ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મોમાંની એક રહી છે. જ્યાં લોકોને આ ફિલ્મ પસંદ આવી છે તો ક્રિટિક્સે પણ તેની પ્રશંસા કરી છે. શાહરૂખ ખાનની સાથે સહાયક કલાકારોએ પણ તેમના અભિનયના વખાણ કર્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. હવે વર્ષો પછી આ ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો છે. દિગ્ગજ અભિનેતા અન્નુ કપૂરે 2007માં રીલિઝ થયેલી આ ફિલ્મ પર કટાક્ષ કર્યો હતો. અન્નુ કપૂરની આ ટિપ્પણીએ એક નવા વિવાદને જન્મ આપ્યો છે.

2 / 5
'ચક દે ઈન્ડિયા' પર અન્નુ કપૂરનો કટાક્ષ : લોકપ્રિય ફિલ્મ 'ચક દે ઈન્ડિયા' તરફ ઈશારો કરતા અન્નુ કપૂરે કહ્યું કે, શાહરૂખ ખાનનું પાત્ર કબીર ખાન મૂળ કોચ મીર રંજન નેગી પર આધારિત હતું. તેણે દાવો કર્યો હતો કે ફિલ્મ નિર્માતાઓએ જાણીજોઈને પાત્ર બદલીને મુસ્લિમ કર્યું છે. દિગ્ગજ અભિનેતાએ કહ્યું, 'ચક દે ઈન્ડિયામાં મુખ્ય પાત્ર પ્રખ્યાત કોચ નેગી સાબ પર આધારિત છે. પરંતુ ભારતમાં તેઓ એક મુસ્લિમને સારી ભૂમિકામાં બતાવવા માંગે છે અને પંડિત (હિંદુ પુજારી)ની મજાક ઉડાવવા માંગે છે.'

3 / 5
અન્નુ કપૂરે ઉમેર્યું, 'આ જૂની વાત છે, જ્યાં તેઓ ગંગા-જમુની તહઝીબ (હિંદુ-મુસ્લિમ એકતા)ના વિચારનો ઉપયોગ કરીને તેના પર લેબલ લગાવે છે.' દિગ્ગજ અભિનેતાની આ ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. જ્યારે ઘણા યુઝર્સે દિગ્ગજ અભિનેતાનો પક્ષ લીધો અને અન્ય લોકોએ ફિલ્મ દ્વારા શીખવવામાં આવેલા પાઠને ન સમજવા બદલ તેમની ટીકા કરી હતી.

4 / 5
'ચક દે ઈન્ડિયા'ની સ્ટોરી : 'ચક દે ઈન્ડિયા' 2007ની બોલિવૂડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. જેની સ્ટોરી શાહરુખ ખાનના પાત્ર કબીર ખાનની આસપાસ ફરે છે. ફિલ્મમાં ભૂતપૂર્વ ભારતીય પુરૂષ હોકી ખેલાડી કબીર (શાહરુખ દ્વારા ભજવવામાં આવેલ) પર પાકિસ્તાન સામેની નિર્ણાયક મેચ હાર્યા બાદ પોતાના દેશ સાથે દગો કરવાનો આરોપ છે. પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે તે ભારતીય મહિલા હોકી ટીમના કોચ બને છે. જે સંઘર્ષ કરી રહી છે અને તેને ગંભીરતાથી લેવામાં આવતી નથી.

5 / 5
અન્નુ કપૂરની કરિયર : અન્નુ કપૂર વિશે વાત કરીએ તો તે 'મંડી', 'ઉત્સવ', 'મિસ્ટર ઈન્ડિયા', 'તેઝાબ', 'રામ લખન', 'ચાયલ', 'હમ', 'ડર', 'સરદાર'માં તેમના કામ માટે જાણીતા છે. 'ઓમ જય જગદીશ' 'એતરાઝ' અને '7 ખૂન માફ' જેવી ફિલ્મોનો ભાગ બનીને જાણીતો છે. તે 'સુહાના સફર વિથ અન્નુ કપૂર' નામનો રેડિયો શો પણ કરે છે. કપૂરે ઘણા નાટકોનું નિર્દેશન કર્યું છે. તેણે નાના પાટેકર અભિનીત ફીચર ફિલ્મ 'અભય'નું દિગ્દર્શન પણ કર્યું હતું. અભિનેતાએ લોકપ્રિય સિંગિંગ શો 'અંતાક્ષરી' પણ હોસ્ટ કર્યો હતો.

Next Photo Gallery