
આ સિવાય વેનિટી વેનમાં કસ્ટમાઈઝ બાથરુમ પણ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વેનને તૈયાર કરવા માટે અંદાજે 5 મહિનાનો સમય લાગ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે, આ વેનિટી વેનના ઈન્ટીરિયર પર અંદાજે 3 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.

અલ્લુ અર્જુનની પાસે એક આલીશાન ઘર છે, પર્સનલ વેનિટી વેન સહિત અનેક લક્ઝુરિયસ કાર છે. અલ્લુ અર્જુનને વેનિટી વેનમાં પોતાના ફોટો પણ શેર કર્યા છે. અંદર અને બહારથી આ વેનિટી વેન ફાઈવ સ્ટાર હોટલ જેવી લાગે છે.

વેનિટી વેનનો અંદરથી લુક ખુબ સુંદર છે. ચાહકોને પણ આ વેનિટી વેન ખુબ પસંદ આવી રહી છે.વેનિટી વાન એકદમ વિશાળ છે જે તેની સૌથી મોટી ખાસિયત છે. આ સિવાય વેનિટીમાં હાઈટેક એલઈડી લાઈટો લગાવવામાં આવી છે.

જો આપણે સાઉથ એક્ટરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા છેલ્લે ફિલ્મ 'પુષ્પા'માં જોવા મળ્યો હતો. જેમાં તે રશ્મિકા મંદન્ના સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મે અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા.

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હોવાથી તેની માંગ વધી છે. સાઉથની વાત તો છોડો, બોલીવુડના મોટા ફિલ્મ નિર્માતાઓ પણ તેની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે.મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે 300 કરોડ રૂપિયાની ફી લીધી છે. આટલા પૈસાથી બોલિવુડમાં એક મોટા બજેટની ફિલ્મ બની શકે છે.