
અક્ષય ખન્નાના ભાઈનું નામ રાહુલ ખન્ના છે. અક્ષય અને રાહુલ પિતા વિનોદ ખન્નાની પહેલી પત્ની ગીતાંજલિ તેલિયારના બાળકો છે. વિનોદ ખન્નાની બીજી પત્ની કવિતાથી એક દીકરો અને દીકરી છે.

અક્ષય ખન્નાની જેમ રાહુલ ખન્ના પણ બોલિવુડમાં કામ કરી ચૂક્યો છે. આજે તે એક મોડલ અને વીજે છે.

રાહુલ બોલિવુડમાં રાઈટર તરીકે કામ કરે છે.રાહુલે ઓટીટી પર 2019ના રોજ આવેલી સીરિઝ લૈલામાં કામ કર્યું હતુ.

રાહુલ ખન્નાએ 1999માં આવેલી દીપા મહેતાની ફિલ્મ 1947 અર્થ થી ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મમાં આમિર ખાન પણ હતા.આ ફિલ્મ માટે રાહુલને બેસ્ટ મેલ ડેબ્યુ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ વેક અપ સિડમાં પણ કામ કર્યું હતુ.