
તમને જણાવી દઈએ કે બોર્ડર 2 ના ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મને અનુરાગ સિંહ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. બોર્ડર 2માં અનુ મલિક અને મિથુનનું સંગીત હશે. જાવેદ અખ્તર ફિલ્મના ગીતોના લિરિક્સ લખી રહ્યા છે અને તેને સોનુ નિગમ દ્વારા ગાવામાં આવશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

તાજેતરમાં બોર્ડર 2 ની સ્ટાર કાસ્ટ વિશે એવા અહેવાલો આવ્યા હતા કે, આયુષ્માન ખુરાના પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડર 2નું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ટીમ ઘણા સમયથી આ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે સની દેઓલની ગદર 2 ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી.
Published On - 1:28 pm, Thu, 13 June 24