
હવે તાજેતરમાં ક્રિસ્ટલે પોતે તેના લગ્નની યોજનાઓ વિશે વાત કરી. તેણીએ કહ્યું કે તે ક્યારે લગ્ન કરશે.

ક્રિસ્ટલ તાજેતરમાં કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના પોડકાસ્ટ પર દેખાઇ હતી. વાતચીત દરમિયાન, તેણીએ કહ્યું કે તે લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માંગે છે, પરંતુ તે માટે હજુ પણ સમય છે.

લગ્ન અંગે ક્રિસ્ટલે કહ્યું હતું કે- મારો હાલ લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી. જ્યારે તે થવાનું જ હોય ત્યારે તે પળવારમાં થશે.

ક્રિસ્ટલે આગળ કહ્યું- હા, હું લગ્ન કરવા માંગુ છું. મને પણ બાળકો જોઈએ છે. મને ખબર છે કે લગ્ન વગર પણ બાળકો થઈ શકે છે, પણ હું પરંપરાગત રીતે બાળકો ઇચ્છું છું.

પોતાના ડ્રીમ પાર્ટનર વિશે વાત કરતાં ક્રિસ્ટલે કહ્યું, "મને એવો છોકરો નથી જોઈતો જે ખૂબ ટ્રાવેલ કરે કારણ કે હું કાં તો એકલી ટ્રાવેલ કરવા માંગુ છું અથવા મારી ગર્લ ગેંગ સાથે."

ક્રિસ્ટલે કહ્યું હતું કે તે એક એવો છોકરો ઇચ્છે છે જે કામ કરતો અને નમ્ર હોય. પણ તેને કદાચ વધારે ટ્રાવેલિંગ કરવાનું પસંદ ન હોય. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ક્રિસ્ટલ ક્યારે અને કોની સાથે લગ્ન કરશે.
Published On - 3:09 pm, Sat, 26 April 25