
ગુરુવારના રોજ SN સુબ્રમણ્યમે કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું કે, તેમને અફસોસ છે કે, તે રવિવારે પણ પોતાના કર્મચારીઓ પાસે આ કામ કરાવી શકતા નથી. તેમણે આ જવાબ ત્યારે આપ્યો જ્યારે તેને પુછવામાં આવ્યું કે, કંપની તો અરબોની છે. તો તમે શનિવારના કેમ કર્મચારીઓ પાસે કામ કરાવો છો.

ત્યારે તેમણે કહ્યું કે, લોકોએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. તેમણે આગળ કહ્યું હું રવિવારે પણ કામ કરાવી શકું તો મને ખૂબ આનંદ થાત કારણ કે હું પોતે પણ રવિવારે કામ કરું છું. લોકોએ રવિવારના દિવસે ઓફિસે પણ જવું જોઈએ અને કામ કરવું જોઈએ, તેઓ ક્યાં સુધી ઘરે પત્નીઓને જોતા રહેશે?

તેમણે કહ્યું કે જો આપણા દેશના લોકો પણ 90 કલાક કામ કરે તો આપણે ચીનને પણ પછાડી શકીએ. આવું કરીને ચીન અમેરિકા કરતાં પણ આગળ નીકળી ગયું છે. ત્યાંના લોકો અઠવાડિયામાં 90 કલાક સુધી કામ કરે છે,