
જ્યારે ઉદય એક સહાયક દિગ્દર્શક સાથે અભિનેતા છે, જેણે 2000માં તેના ભાઈના નિર્દેશનમાં બનેલી મોહબ્બતેંમાં અભિનયની શરૂઆત કરી હતી. તો આજે આપણે ઉદય ચોપરાના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

13 ઓક્ટોબર 2012ના રોજ યશ ચોપરાને ડેન્ગ્યુ તાવ હોવાનું નિદાન થયું હતું અને તેમને બાંદ્રા, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.21 ઑક્ટોબરે, યશ ચોપરાનું મૃત્યું થયુ હતુ.

ઉદય રાજ ચોપરાનો જન્મ 5 જાન્યુઆરી 1973 રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા અને નિર્માતા છે. તે ફિલ્મ નિર્માતા યશ ચોપરાનો પુત્ર છે. તેણે 2000ના મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા મોહબ્બતેંથી અભિનયની શરૂઆત કરી અને મેરે યાર કી શાદી હૈ (2002), ધૂમ (2004), ધૂમ 2 (2006) અને ધૂમ 3 (2013) સહિત અન્ય ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

તે દિગ્દર્શક યશ ચોપરા અને પામેલા ચોપરાનો પુત્ર છે. તેનો ભાઈ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા છે અને તેની ભાભી અભિનેત્રી રાની મુખર્જી છે. ઉદય ચોપરાએ યશ રાજ ફિલ્મ્સ બેનર હેઠળ તેમના પિતા અને ભાઈની ઢગલાબંધ ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

એક સમયે સુપરહિટ ફિલ્મોનો ભાગ રહેલો ઉદય ચોપરા હવે મોટા પડદાથી દૂર છે.

છેલ્લા 10 વર્ષથી ફિલ્મો કરી નથી. તેમ છતાં, ઉદય ખૂબ જ વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે. હવે સવાલ એ થાય છે કે, લગભગ 10 વર્ષમાં એક પણ ફિલ્મ ન કરનાર ઉદય ચોપરા કેવી રીતે વૈભવી જીવન જીવે છે.

તેની પાસે આલીશાન ઘરોથી લઈને મોંઘી કાર સુધી બધું જ છે.તમને જણાવી દઈએ કે તે યશ રાજ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ છે. ઉદય તેની માતા પામેલા અને ભાઈ આદિત્ય ચોપરા સાથે કામ કરે છે.

ઉદય ચોપરાના અંગત જીવનની વાત કરીએ તો તેણે 51 વર્ષની ઉંમરમાં પણ લગ્ન કર્યા ન હતા. ઉદયનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાય ચૂક્યું છે.

અહેવાલો અનુસાર, બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક યશરાજ ચોપરાના પુત્ર ઉદય ચોપરા લગભગ 40 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વર્ષોથી મોટા પડદાથી દૂર હોવા છતાં ઉદય ચોપરા રાજાની જેમ જીવે છે.

ઉદય ચોપરાની એક્ટિંગના વખાણ પણ ખુબ કરવામાં આવી ચૂક્યા છે.