બોલિવુડમાં કેટલીક નવી ફિલ્મો આવી પરંતુ કેટલીક ફિલ્મો એટલી હિટ ગઈ કે, 50 વર્ષ બાદ ચાહકોને આજે પણ આ ફિલ્મ યાદ છે. તો આજે અમે વાત કરી રહ્યા છીએ રમેશ સિપ્પી નિર્દેશિત શોલે જે 1975માં આવેલી હતી. આ ફિલ્મે ધમાલ મચાવી હતી.
આ ફિલ્મના ગીત અને ડાયલોગ લોકોના આજે પણ ફેવરિટ છે. જેના પાત્રમાં બસંતી, જય અને વીરુના ચાહકો પણ મોટી સંખ્યામાં છે.આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે આ અદ્ભુત ફિલ્મની વર્ષો જૂની ટિકિટ લાવ્યા છીએ, જેની કિંમત જાણીને તમે હસવા લાગશો.
યે દોસ્તી હમ નહિ છોડેગે થી લઈ કોઈ હસીના જબ રુઠ જાતી હૈ અને જબ તક હૈ જાનસુધી ગીત ફેમસ છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 50 વર્ષ જૂની છે અને જાન્યુઆરીમાં નિર્દેશકે ફિલ્મમાં એક વિશેષ જયંતી પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતુ.
ફિલ્મ શોલે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો ઈતિહાસ રચી દીધો હતો. હાલમાં આની ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે સમયની ટિકિટની કિંમતને લઈ ચર્ચા થઈ રહી છે. 1975માં થિયેટરમાં ટિકિટની કિંમત ખુબ ઓછી હતી.
ફિલ્મની જે ટિકિટ વાયરલ થઈ રહી છે તે છે: લૉઅર સ્ટૉલ: 1.50 થી 2.00 રૂપિયા, વચ્ચેનો સ્ટોલ: 2.50 રૂપિયા અને સૌથી મોંઘી ટિકિટ બાલ્કની ટિકિટ છે જે પણ ફક્ત 3 રૂપિયા છે.શોલે ફિલ્મ બનાવતા અંદાજે 3 કરોડનો ખર્ચ થયો હતો. જેમાં 20 લાખ રુપિયા સિપ્પીએ કાસ્ટિંગ પર ખર્ચ્યા હતા.
આ ફિલ્મ પાંચ વર્ષ સુધી કોઈ અડચણ વિના થિયેટરોમાં ચાલી અને 1999માં બીબીસી ઈન્ડિયા દ્વારા તેને "ફિલ્મ ઓફ ધ મિલેનિયમ" તરીકે ગણવામાં આવી.