1 / 10
ખરાબ જીવનશૈલીના કારણે આજે સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દરેક વ્યક્તિ સ્થૂળતા સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તેને કોઈને કોઈ રીતે ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ નાનો મસાલો તમારૂ વજન ઘટાડવામાં પણ તમારી મદદ કરી શકે છે. ખરેખર રાત્રે હુંફાળા પાણી સાથે એલચીનું સેવન કરવાથી શરીરની વધેલી ચરબી ઘટાડવામાં ઘણી મદદ મળે છે. એલચીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, કેલ્શિયમ વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે વજન ઘટાડવાની સાથે સ્થૂળતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ માટે દરરોજ રાત્રે એક કે બે એલચી ચાવો અને પછી તેને ગરમ પાણીથી ગળી લો.