બટર કે ચીઝ… ડાયટમાં આ બેમાંથી શેનું સેવન કરવું શરીર માટે છે વધુ ફાયદાકારક?

ચીઝ અને બટર બંનેનું સેવન તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બંનેમાંથી વધુ નુકસાનકારક શું છે? પોષણની દૃષ્ટિએ કયો વિકલ્પ વધુ સારો છે? ચાલો જાણીએ.

| Updated on: Oct 30, 2026 | 2:17 PM
1 / 7
ચીઝ અને બટર બંને સેચ્યુરેટેડ ફેટ અને કેલરીના સ્ત્રોત છે. આ તત્ત્વોનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. બટરમાં મુખ્યત્વે ફેટ હોય છે. જેમાં 60 ટકાથી વધુ સેચ્યુરેટેડ ફેટ હોય છે. બટરમાં પ્રોટીન અથવા જરૂરી મિનરલ્સનું પ્રમાણ રહેતું નથી.  નિષ્ણાતોના અનુસાર, નિયમિત રીતે વધુ માત્રામાં બટર ખાવાથી LDL એટલે કે બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. પરિણામે હૃદયરોગનું જોખમ પણ વધી શકે છે. (Image Source | iStock)

2 / 7
બીજી તરફ, ચીઝમાં સેચ્યુરેટેડ ફેટની સાથે હાઈ ક્વોલિટી પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને કેટલાક બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ પણ હોય છે. જોકે, તેનું સંતુલિત માત્રામાં સેવન કરવામાં આવે તો હૃદયના સ્વાસ્થ્ય પર થોડી સકારાત્મક અસર થઈ શકે છે. નિષ્ણાતોના મુજબ, ચીઝમાં રહેલું પ્રોટીન, કેલ્શિયમ અને ફર્મેન્ટેશનનું સંયોજન સેચ્યુરેટેડ ફેટની કોલેસ્ટ્રોલ વધારવાની અસરને ઘટાડી શકે છે. (Image Source | iStock)

3 / 7
નિષ્ણાતોના મતે, બટર અને ચીઝ બંનેનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. મોટાભાગના સ્વસ્થ પુખ્ત વયના લોકો સંતુલિત ડાયટના ભાગરૂપે દરરોજ આશરે 1થી 2 ચમચી બટર અથવા ચીઝનો એક નાનો ટુકડો (20થી 25 ગ્રામ) લઈ શકે છે.(Image Source | iStock)

4 / 7
સંતુલિત ડાયટમાં પૂરતા પ્રમાણમાં ફળો, શાકભાજી, આખા અનાજ, સૂકાં મેવા, પ્રોટીન સીડ્સ અને ઓલિવ ઓઇલ જેવા સ્વસ્થ ચરબીના સ્ત્રોતોનો પણ સમાવેશ કરવો જોઈએ. (Image Source | iStock)

5 / 7
નિષ્ણાતોના મતે, પોષણની દૃષ્ટિએ સરખામણી કરવામાં આવે તો ચીઝ વધુ સારો વિકલ્પ માનવામાં આવી શકે છે. જોકે, યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો બંનેને હૃદયના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આહારમાં સામેલ કરી શકાય છે. (Image Source | iStock)

6 / 7
તમને જણાવી દઈએ કે બટર કે ચીઝ બંનેમાંથી કોઈનું પણ વધુ પડતું સેવન કરવાથી વજન વધી શકે છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઊંચું જઈ શકે છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. એક્સપર્ટ ડોક્ટર અને જાણકારની સલાહ લેવી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.