
પાઉં ભાજી મુંબઈનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. તેને બનાવવા માટે ડુંગળી સહિત અનેક શાકભાજીના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે.

જો તમે લસણ-ડુંગળી વગરની પાઉં ભાજી ખાવા માંગો છો, તો આ માટેની સરળ રેસિપી તમારે જરૂરથી જાણી લેવી જોઈએ. હવે સવાલ એ જ છે કે, ચીઝ પાઉં ભાજીની આ ઉત્તમોત્તમ રેસિપી કેવી રીતે બનાવવી?

બટાકા 3, ફુલેવરના ટુકડા 2, પાણી 2 કપ, મીઠું 1 નાની ચમચી, ટામેટાં 4, બટર ક્યુબ 30 ગ્રામ, તેલ 4 મોટી ચમચી, કાશ્મીરી લાલ મરચું પાવડર 1 મોટો ચમચો, પાઉં ભાજીનો મસાલો 2 મોટા ચમચા (લસણ-ડુંગળી વગરનો પાઉં ભાજી મસાલો), કસૂરી મેથી 2 નાની ચમચી, લીલા વટાણા અડધો કપ, મીઠું સ્વાદાનુસાર, ગરમ પાણી 1 કપ, લીલા ધાણા ગાર્નિશ કરવા માટે, બટર ક્યુબ્સ, લીંબુના ટુકડા અને સ્વાદાનુસાર પાઉં ઉમેરો.

પાઉં ભાજી બનાવવા માટે સૌથી પહેલા બટાકા, વટાણા અને ફુલેવરના ટુકડાને સારી રીતે બાફી લો. હવે જ્યારે તે બફાઈ જાય, ત્યારે તેને સારી રીતે મેશ (મસળી) કરી લો. ચાર ટામેટાંને કાપીને તેને ઝીણા પીસી લો અને એકદમ ઝીણી પ્યુરી (પેસ્ટ) બનાવી લો.

આ પછી ગેસ ચાલુ કરો અને તેના પર એક કઢાઈ મૂકો. હવે જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે તેમાં તેલ અને બટર ઉમેરો. હવે તેમાં લાલ મરચું પાવડર, કસૂરી મેથી, પાઉં ભાજી મસાલો નાખીને સહેજ સાંતળો. તેમાં ટામેટાંની પ્યુરી ઉમેરો અને થોડો સમય સુધી સારી રીતે પકવો.

ટામેટાં જ્યારે સારી રીતે પાકી જાય ત્યારે તેમાં મેશ કરેલા બટાકા, વટાણા અને ફુલેવર ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે મિશ્રણમાં એક ગ્લાસ પાણી ઉમેરીને ચડવા માટે મૂકી દો. થોડા સમય પછી જ્યારે ભાજીનું મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.

હવે પાઉંને તવા પર મૂકીને ગરમ કરો અને તેના પર બટર લગાવો. હવે ભાજીને એક બાઉલમાં કાઢો, તેમાં ચીઝ છીણીને ઉમેરો અને થોડો લીંબુનો રસ મિક્સ કરો. તમારી લસણ-ડુંગળી વગરની પાઉં ભાજી બનીને તૈયાર છે. બસ હવે તેને ગરમાગરમ પીરસો.