
કેળું ખાવાથી હૃદયરોગની સમસ્યા દૂર થાય છે. આ સિવાય વજન વધારવા માટે તો કેળાને રામબાણ માનવામાં આવે છે. બીજું કે, બીપીની સમસ્યાથી હેરાન થતાં લોકોએ કેળું ખાવું જોઈએ.

જ્યોતિષ મહત્વ: જ્યોતિષ શાસ્ત્રમાં કેળાને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આથી જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે કેળા ચઢાવીએ છીએ. આનાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. કેળા વિના કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે.

ભારતમાં 924.14 હેક્ટરમાં કેળાની ખેતી થાય છે, જેનાથી 33,61,000 ટન જેટલું ઉત્પાદન થાય છે. મોટાભાગના કેળાની ખેતી બિહારમાં થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં પણ કેળાનું મુખ્ય ઉત્પાદન થાય છે.