Char Dham Yatra 2026 : આ વર્ષે ચારધામ યાત્રા ક્યારે શરૂ થશે? 11 દિવસ વહેલા ખુલશે કપાટ

Char Dham Yatra 2026 : જો તમે પણ આ વર્ષે ચારધામ યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમારા માટે આ ગુડન્યુઝ છે. તો જાણી લો ચારધામ યાત્રાના કપાટ ક્યારે ખુલશે.

| Updated on: Jan 26, 2026 | 1:58 PM
1 / 6
જે લાંબા સમયથી ચારધામ યાત્રાનો પ્લાન કરી રહ્યા હતા.આજે એ લોકો માટે ગુડન્યુઝ છે. તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે 23 એપ્રિલના રોજ ખુલશે. તમને જણાવી દઈએ કે, આ કપાટ અંદાજે 6 મહિના પછી ખુલી રહ્યા છે. આ સમાચારથી દેશભરના શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહૌલ છે.

2 / 6
તમને જણાવી દઈએ કે, વસંત પંચમીના શુભ અવસર પર વિધિ-વિધાનથી પુજા-અર્ચના બાદ કપાટ ખુલવાની આ તારીખ નક્કી કરવામાં આવી હતી. મંદિર સમિતીના અધિકારીઓએ આની ઓફિશિયલ જાહેરાત કરી લોકોને આ વિશે જાણકારી આપી હતી.

3 / 6
આ વર્ષે ચારધામ યાત્રાનો શુભારંભ 19 એપ્રિલ અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે થશે. ગયા વર્ષે આ યાત્રા 30 એપ્રિલના રોજ શરૂ થઈ હતી. પરિણામે, આ વર્ષે ચારધામ યાત્રા ગયા વર્ષ કરતા 11 દિવસ વહેલી શરૂ થશે. ચારધામ યાત્રા યાત્રાળુઓને પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે વધુ સમય આપશે.

4 / 6
તમને જણાવી દઈએ કે, ચારધામના કપાટ ખુલવાની તિથિ નક્કી થતા જ ચારધામની યાત્રાની તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે. ઉત્તરાખંડ સરકાર અને પ્રશાસને યાત્રાના રસ્તાઓ પર સુરક્ષા વ્યવસ્થાને લઈ તૈયારીઓ શરુ કરી દીધી છે.રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ મહાશિવરાત્રીના દિવસે જાહેર કરવામાં આવશે.

5 / 6
ગયા વર્ષે, 2025માં, ચારધામ યાત્રા અનેક કારણોથી પ્રભાવિત થઈ હતી. પહેલા, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે યાત્રા ખોરવાઈ ગઈ હતી. પછી, આપત્તિઓના કારણે પણ વિક્ષેપો સર્જાયા હતા. ક્યારેક ભારે વરસાદના કારણે યાત્રાળુઓ ચારધામ યાત્રા પર જવાથી અટકાયા હતા.

6 / 6
ઉત્તરાખંડની ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ) હિન્દુ ધર્મના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે, જે દર વર્ષે એપ્રિલ-મે થી ઓક્ટોબર-નવેમ્બર સુધી ચાલે છે. (all photo : canva)